Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ન્યાયિક પ્રણાલીને ટેકનોલોજીયુક્ત બનાવવા ગુજરાત સરકારનો હકારાત્મક નિર્ણય

ગુજરાત સરકારે ન્યાયિક કાર્ય પ્રણાલીને વધુ સુગમ,કાર્યક્ષમ અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કાયદા મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં કાયદા વિભાગે રાજ્યના ડીસ્ટ્રીકટ જયુડીશયરીના1200 ન્યાયાધીશોને રૂ. એક લાખ સુધીના ટેબ્લેટ અને પ્રિન્ટર આપવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત, રાજ્યના અંદાજે 1200 ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ન્યાયાધીશને રૂ. 80,000ની કિંમતના ટેબ્લેટ અને રૂ. 20,000ની કિંમતના પ્રિન્ટર આપવામાં આવશે. આ માટે નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં રૂ.15 કરોડની જોગવાઈ મંજૂર કરી છે. આ નિર્ણયથી ન્યાયિક પ્રક્રિયાઓમાં ડિજિટલ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન મળશે.  

Gujarati

જાપાનના રાજદૂત યુત ઓનો કેઈચી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી

 જાપાનના રાજદૂત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન ગુરુવારે ધોલેરા SIR તથા અમદાવાદમાં 150 જેટલા અગ્રણી ઉદ્યોગ-રોકાણકારો સાથેની બેઠક બાદ મુખ્યમંત્રીને શુક્રવારે મળ્યા હતા. ભારત જાપાન ફ્રેન્ડશીપના 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે જાપાન ગુજરાત સાથેના સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ કરવા ઈચ્છુક છે. એટલું જ નહિ,  ગુજરાતમાં 350 થી વધુ જાપાનીઝ કંપનીઝ કાર્યરત છે અને રાજ્ય સરકાર દ્વારા તેમને જે સહયોગ મળી રહ્યો છે તે પણ પ્રશંસનીય છે તેમ યુત ઓનો કેઈચીએ જણાવ્યુ હતું. 

Gujarati

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરથી ગંભીરાને જોડતા બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા નાગરિકોની ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે  વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન, મંત્રીએ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. 

Gujarati

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બ્રિજ તૂટી પડ્યો તે ઘટના સ્થળની મુલાકાત લઈ કર્યું નિરીક્ષણ

તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આદેશ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઘટનાની  ઉચ્ચ સ્તરીય તપાસ કરવા આવી છે અને આ તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ મુજબ પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે આ બ્રિજ તૂટી પડ્યો હોવાનું નોંધાયું છે.

Gujarati

સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળ સંગ્રહ

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 54 ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 49.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે એટલે કે,તા.11 જુલાઈ-2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 39.55 ટકા જળ સંગ્રહ હતો તેમ,જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. 

Gujarati

ગુજરાત વિદ્યાપીઠમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે નવપ્રવેશિત વિદ્યાર્થીઓનો દીક્ષારંભ સમારોહ યોજાયો

ગુરુપૂર્ણિમાના પાવન અવસરેઆ સમારોહમાં નવપ્રવેશિત વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. રાજ્યપાલએ આ અવસરે જણાવ્યું કે, ગાંધીજી કહેતા કે 'મારું જીવન જ મારો સંદેશ છે'. કોઈ વ્યક્તિના જીવનમાં આનાથી મોટી પારદર્શિતા ન હોઈ શકે. બાપુએ હજારો લોકોને પ્રભાવિત કર્યા અને એ પરંપરામાં ઘણા લોકો આગળ આવ્યા અને ગાંધીજી સાથે જોડાયા, મહાદેવ દેસાઈ તેમાંના એક હતા. 

Gujarati

ગુરુ પૂર્ણિમા પર, અયોધ્યા, પ્રયાગરાજ અને વારાણસીમાં ભેગા થયેલા ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન

અયોધ્યાનો સરયુ કિનારો હોય, પ્રયાગરાજનો ત્રિવેણી સંગમ હોય કે કાશીનો ગંગા ઘાટ હોય, દરેક જગ્યાએ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. લોકોએ સ્નાન, પૂજા અને ગુરુ વંદના દ્વારા પોતાની ભક્તિ વ્યક્ત કરી હતી.

આ વખતે અયોધ્યા ધામમાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર ખૂબ જ ભવ્ય અને ઐતિહાસિક હતો

Gujarati

26/11મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાની ન્યાયિક કસ્ટડી 13 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી, ચાલુ છે તપાસ

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ 2012માં રાણા વિરુદ્ધ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી, ત્યારબાદ પૂરક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. આ નવી ચાર્જશીટમાં તેમનો ધરપકડ મેમો, જપ્તી મેમો અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ શામેલ છે.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય પ્રવાસી પ્રત્યે આદર વધ્યો : ગાયિકા મીતા રવિન્દ્ર કુમાર કરાહે

આ બધું ફક્ત વડા પ્રધાન મોદીના કરિશ્માઈ નેતૃત્વને કારણે શક્ય બન્યું છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે અને પરિણામે, આપણને ભારતીયો તરફ જોવાની રીત પણ બદલાઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં વિશ્વભરમાં રહેતા ભારતીયોને જોવાની રીત બદલાઈ ગઈ છે. તેણીએ કહ્યું કે હું છેલ્લા 53 વર્ષથી બ્રાઝિલમાં રહું છું. હું 1973 માં અહીં આવી હતી અને મને લાગ્યું છે કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં વિશ્વભરમાં રહેતા ભારતીયોને જોવાની રીત બદલાઈ ગઈ છે. આજે લોકો ભારતીયોને આદરથી જોઈ રહ્યા છે.

ભારત અને બ્રાઝિલની સંસ્કૃતિઓ ખૂબ સમાન છે

Gujarati

ગંભીરા પુલ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ

જેના પરીણામે આ રસ્તા ઉપર વાહનની અવર-જવર દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર બંધ કરવાનું ઇચ્છનીય હોઈ આજથી તા.9 જુલાઈથી ગંભીરા પુલ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવાતું જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઇ પ્રસિદ્ધ કર્યું છે.ગંભીરા બ્રીજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો પર  રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.પ્રતિબંધીત રૂટ જોઈએ તો પાદરા આણંદને જોડતા ગંભીરા પુલ ઉપર તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ તથા ઉમેટા બ્રીજ ભારે વાહનો માટે પ્રતિબંધીત કરવામાં આવ્યો છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply