વી.જી.આર.-એક્ઝિબિશનમાં રિવર્સ બાયર્સ-સેલર્સ મીટમાં રૂ. 500 કરોડના નિકાસ અંગે થઈ વ્યાવસાયિક પૂછપરછ
જેને પોતાના ઉત્પાદનો વેચવા માટે રાજ્યમાંથી 1800થી વધુ ઉત્પાદકો ઉમટ્યા છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO)ના એડિશનલ ડાયરેક્ટર જનરલ સુવિધ શાહના જણાવ્યા પ્રમાણે, આ રિવર્સ બાયર્સ–સેલર્સ મીટ થકી સ્થાનિક ઉત્પાદકોને પોતાના ઉત્પાદનો સીધા વિદેશમાં વેચવા માટેનું મોટું પ્લેટફોર્મ મળ્યું છે. જેના કારણે તેઓને મોટો આર્થિક ફાયદો થનાર છે.