Skip to main content
Settings Settings for Dark

Live TV

X

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વનની લીધી મુલાકાત

મંત્રીએ આયુર્વેદ અને યોગની થીમ પર બનેલા આ સાંસ્કૃતિક વન  વિશે વિશેષ જાણકારી મેળવી હતી. બાદમાં તેમણે આયુષ કલર ગાર્ડન, યોગા ગાર્ડન, ઝેન ગાર્ડન, સ્કલ્પચર ગાર્ડન, સેન્સ એન્ડ ટચ ગાર્ડન, ફ્રુટ એન્ડ ફન પાર્ક જેવા થીમ આધારિત ગાર્ડન્સ-વિભાગોને રસપૂર્વક નિહાળ્યા હતા. બાદમાં તેમણે જણાવ્યું હતું કે, "વટેશ્વર વન જેવા સ્થળો આપણી પર્યાવરણ સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતા અને સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક છે. રાજ્ય સરકાર આવા સ્થળોના સંરક્ષણ અને પ્રવાસન વિકાસ માટે સતત પ્રયાસો કરી રહી છે.

Gujarati

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘શહેરી વિકાસ વર્ષ 2025’અંતર્ગત મહાનગરપાલિકાની વિવિધ પહેલનો કરાવ્યો શુભારંભ

સાથે જ ‘અર્બન ડેવલપમેન્ટ એક્શન પ્લાન’,‘પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસિસ’અને ગ્રીન અમદાવાદ માટેની પોલિસીનું વિમોચન કર્યું હતું.. આ ઉપરાંત, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મૂન ટ્રેઈલ –ગ્લૉ ગાર્ડન અને દેશના પ્રથમ સૌરઊર્જા સંચાલિત ઓન-રુટ ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યુ હતું.. આ પ્રસંગે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005માં રાજ્યમાં સર્વાંગીણ શહેરી વિકાસનો પાયો નાંખ્યો હતો.. આજે બે દાયકા બાદ આપણાં શહેરો માત્ર ગ્રોથ હબ જ નહીં, પરંતુ ગ્રીન હબ તરીકે પણ વિકસી રહ્યા છે..

Gujarati

મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRITની નવનિર્મિત કચેરીનું ઉદઘાટન

આ અવસરે GRITની વેબસાઇટ તેમજ ડિજિટલ ડેશબોર્ડના લૉન્ચિંગ અને GRIT દ્વારા તૈયાર કરાયેલા પોલીસી પેપર્સ, વર્કશોપ અહેવાલો અને સેક્ટર સ્પેસિફિક ડીપ ડાઇવ સ્ટડી રિપોર્ટ્સનું વિમોચન કર્યું હતું .મુખ્યમંત્રીએ રાજ્યની વિકાસ વ્યૂહરચનાઓના નેતૃત્વ માટેની થિંક ટેંક તરીકે GRITની કાર્યપદ્ધતિથી વિકસિત ભારત@2047 માટે ગુજરાત લીડ લેશે.

Gujarati

અમદાવાદ ખાતે કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા.કલેકટર સુજીત કુમારે જણાવ્યું હતું કે નાગરિકો અને પદાધિકારીઓ સાથે વિવેકપૂર્ણ સકારાત્મક અભિગમ સાથે વાત કરવાથી સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવે છે, તેમણે અધિકારીઓને સરકારના પત્રો અને પરિપત્રોનો વિગતે અભ્યાસ કરી ત્વરાએ પાલન કરવા જણાવ્યું હતું.

Gujarati

કૃષિ અને ખાદ્ય ઉત્પાદનોની નિકાસમાં તેજી,પ્રથમ ક્વાર્ટરમાં 7% વધારો

આ વૃદ્ધિ મુખ્યત્વે ચોખા, માંસ અને ફળો અને શાકભાજીની નિકાસમાં વધારો થવાને કારણે છે. ચોખાની નિકાસમાં બાસમતી અને બિન-બાસમતી બંનેનો સમાવેશ થાય છે. આ ક્વાર્ટરમાં તે 3.5% વધીને $2.9 બિલિયન થઈ. સમગ્ર નાણાકીય વર્ષ 2025 માં, ભારતે રેકોર્ડ $12.47 બિલિયનના ચોખાની નિકાસ કરી, જે નાણાકીય વર્ષ 2024 કરતા 20% વધુ હતી. નિષ્ણાતોના મતે, મ્યાનમાર અને પાકિસ્તાન જેવા અન્ય દેશોમાં ઓછા સ્ટોકને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય ચોખાની માંગ વધી છે. આને કારણે,આગામી ક્વાર્ટરમાં નિકાસમાં વધુ વધારો થવાની ધારણા છે.

Gujarati

યુવા આધ્યાત્મિક સંમેલનએ ડ્રગ મુક્ત ભારત તરફ એક ઐતિહાસિક પહેલ છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

આ સંમેલન પર આધારિત એક લેખ શેર કરતા, તેમણે આ અભિયાનમાં યુવાનોની ભાગીદારીની પ્રશંસા કરી. આ સંમેલન 'મારું ભારત' પહેલ હેઠળ કાશીના પવિત્ર ઘાટ પર આયોજિત કરવામાં આવ્યું હતું, જેનો વિષય "વિકસિત ભારત માટે ડ્રગ મુક્ત યુવાનો" હતો. આ કાર્યક્રમ મોદી સરકારના ડ્રગ મુક્ત ભારત અભિયાન હેઠળ યોજાયો હતો, જેનો ઉદ્દેશ્ય યુવાનોના નેતૃત્વ હેઠળ દેશને ડ્રગ વ્યસનથી મુક્ત બનાવવાનો છે.

Gujarati

શહેરી વિકાસના 20 વર્ષ : મુખ્યમંત્રીનો‘ઈઝ ઑફ લિવિંગ’માટે સતત પ્રયાસ

 ત્યારથી શરૂ થયેલી રાજ્યની શહેરી વિકાસ યાત્રાને આજે 20 વર્ષ પૂરા થઈ ચુક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાવેલી શહેરી વિકાસ યાત્રાને વઘુ વેગથી આગળ ધપાવવા સંકલ્પબદ્ધ છે અને એટલે જ તેમણે 20 વર્ષ બાદ 2025ને પુનઃ એક વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં; મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ‘‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’’ (એસજેએમએસવીવાય) હેઠળ રાજ્યના નાના-મોટા તમામ શહેરોના નાગરિકો માટે ‘ઇઝ ઑફ લિવિંગ’ના સતત પ્રયત્ન કરી રહ્યા છે.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ગાપુરમાં 5400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો કર્યો શિલાન્યાસ

આ દરમિયાન, પીએમ મોદીએ કહ્યું કે આપણું દુર્ગાપુર, સ્ટીલ શહેર હોવાની સાથે, ભારતના શ્રમ બળનું એક મુખ્ય કેન્દ્ર પણ છે. દેશના વિકાસમાં દુર્ગાપુરની ખૂબ મોટી ભૂમિકા છે.

Gujarati

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 માં અમદાવાદનુ પ્રથમ સ્થાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરવામાં આવેલી વિસ્તૃત પહેલો અને શહેરીજનોની સક્રિય ભાગીદારી થકી આ સિદ્ધિ શક્ય બની છે.

Gujarati

ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શનિવારે યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી રાજ્યમાં સ્થપાયેલી ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શનિવાર તા.19મી જુલાઈએ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને દીક્ષાંત પ્રવચન આપશે તેમજ 8 વિદ્યાર્થીનીઓ સહિત 13 વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટતા માટે ગોલ્ડ મેડલથી સન્માનિત કરશે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply