Skip to main content
Settings Settings for Dark

Live TV

X

'વિકસિત ભારત'નું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં લોજિસ્ટિક્સ ક્ષેત્રની મહત્ત્વપૂર્ણ ભૂમિકા: પીયૂષ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે 'વિકસિત ભારત' અભિયાનમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રના યોગદાન યાદ કર્યું હતું... તેમણે કહ્યું કે,  ટેકનોલોજી ભારતના લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને સરળ, ઝડપી અને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરી રહી છે. આ સ્થાનિક ઉદ્યોગની સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવી રહી છે અને દેશના ઉત્પાદન અને નિકાસ મહત્વાકાંક્ષાઓને ટેકો આપી રહી છે. કેન્દ્રીય મંત્રીએ આ નિવેદન લોજિસ્ટિક્સ ડેટા બેંક દ્વારા 100 મિલિયન EXIM કન્ટેનરને ટ્રેક કરવાના સીમાચિહ્નરૂપ સિદ્ધિના પ્રસંગે આપ્યું હતું.

કેન્દ્રીય​ મંત્રી પીયૂષ ગોયલે શું કહ્યું ?

Gujarati

સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા, ફાર્મા અને મેટલ શેરો પર દબાણ

ભારતીય શેરબજાર સતત ચોથા ટ્રેડિંગ સત્રમાં નીચા સ્તરે બંધ થયા. દિવસના અંતે સેન્સેક્સ 70.71 પોઈન્ટ અથવા 0.09 ટકા ઘટીને 78009.25 પર બંધ થયો, અને નિફ્ટી 29.85 પોઈન્ટ અથવા 0.12 ટકા ઘટીને 24366 પર બંધ થયો.  

ફાર્મા અને મેટલ શેરોએ શેરબજાર પર દબાણ બનાવ્યું. સૂચકાંકોમાં નિફ્ટી ફાર્મા 0.90 ટકા અને નિફ્ટી મેટલ 0.71 ટકા ઘટ્યા હતા. નિફ્ટી ઓટો 0.63 ટકા, નિફ્ટી પીએસયુ બેંક 0.57 ટકા, નિફ્ટી કોમોડિટીઝ 0.56 ટકા, નિફ્ટી પીએસઈ 0.51 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 0.47 ટકા અને નિફ્ટી હેલ્થકેર 0.46 ટકા ઘટીને બંધ થયા હતા. 

Gujarati

શિક્ષકો અને GSRTCના કર્મચારીઓના પ્રલંબિત પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યના વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3ના શિક્ષકો તેમજ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓના વર્ષોથી પ્રલંબિત પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના પ્રયત્નોથી અમદાવાદ સ્થિત સોલા GMERS હોસ્પિટલ ખાતે નવા સ્થાયી તબીબી મંડળ (Medical Board) ની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Gujarati

નર્મદાએ 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને રાજ્યમાં મેળવ્યું પ્રથમ સ્થાન

ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં રાજપીપલાના ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.... આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું કે, શિક્ષણ જીવનના સર્વાંગી વિકાસનું પ્રથમ પગથિયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ-2003માં નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી શાળા પ્રવેશોત્સવ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો... ત્યારથી રાજ્યમાં શાળા છોડતા બાળકોના પ્રમાણમાં સતત ઘટાડો નોંધાયો છે.

Gujarati

અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

આ ગૌરવવંતા રાષ્ટ્રીય ઉત્સવના પૂર્વ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી પધારીને પૌરાણિક શ્રદ્ધાધામ નાગનાથ મહાદેવ મંદિરે દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.મુખ્યમંત્રીએ મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે જળાભિષેક કરી રાજ્યની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Gujarati

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ડ્રેગન ફ્રુટની ખેતીને પ્રોત્સાહન:104 ખેડૂતો માટે યોજાઈ તાલીમ શિબિર

નાંદોદ અને ગરુડેશ્વર તાલુકાના 104 ખેડૂતો આ શિબિરમાં જોડાયા હતા.નાયબ બાગાયત નિયામક એન.વી. પટેલ દ્વારા વાવેતર, ખાતર-પિયત વ્યવસ્થાપન, રોગ-જીવાત નિયંત્રણ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટેની વૈજ્ઞાનિક પદ્ધતિઓની માહિતી અપાઈ હતી.બાગાયત અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ બાગાયતી સહાય અને સબસિડી યોજનાઓ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.શિબિરના અંતે ખેડૂતોને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા કમલમ પાર્ક અને એકતા નર્સરીની સ્થળ મુલાકાત કરાવી પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી.

Gujarati

જયપુરમાં BRICS નાણા મંત્રીઓ અને ગવર્નરોની બેઠક: RBI ગવર્નરે નાણાકીય સ્થિરતા પર ભાર મૂક્યો

આ બેઠક દરમિયાન RBI ગવર્નરે કિંમતોમાં સ્થિરતા અને મજબૂત નાણાકીય વ્યવસ્થા જાળવવામાં સેન્ટ્રલ બેંકોની મહત્વપૂર્ણ ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો.બેઠકમાં માહિતી સુરક્ષા, ફિનટેક, સરહદ પાર ચૂકવણી અને ટકાઉ નાણા વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.BRICS બેઠક ઉપરાંત, નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઇન્ડોનેશિયાના નાણા ઉપમંત્રી સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય સંબંધો, નાણાકીય ક્ષેત્રના વિકાસ અને સ્થાનિક મુદ્રામાં લેણ-દેણ બાબતે ચર્ચા કરી હતી.વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે આર્થિક વૃદ્ધિ જાળવી રાખવા માટે માળખાકીય સુધારાઓ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બોટાદ મુલાકાત: ટાટમ ગામે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે કર્યો યોગા અભ્યાસ

આ યોગ સત્ર દરમિયાન તેમણે શીતલી, અનુલોમ-વિલોમ, ભ્રામરી અને ભસ્ત્રિકા, જેવા પ્રાણાયામ તેમજ સૂક્ષ્મ વ્યાયામ કર્યા હતા. આજના ભાગદોડભર્યા જીવનમાં મેદસ્વિતા, ડાયાબિટીસ અને માનસિક તણાવ જેવી સમસ્યાઓથી બચવા માટે યોગને દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બનાવી સ્વસ્થ અને તણાવમુક્ત જીવન જીવવાનો પ્રેરણાદાયી સંદેશ તેમણે આપ્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય ઉમેશ મકવાણા, કલેક્ટર હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમાર અને પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
 

Gujarati

બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા નડાબેટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય વુલ્ફ દિવસ’ની ઉજવણી

ભારતીય વરુના સંરક્ષણ, પર્યાવરણીય મહત્વ અને ઇકોસિસ્ટમમાં જૈવિક સંતુલન જાળવવા અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, વિદ્યાર્થીઓ, સ્થાનિક ગ્રામજનો અને માલધારી સમુદાયે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે વરુના સંરક્ષણ, માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા અને વરુ પ્રત્યેની ગેરમાન્યતાઓ દૂર કરી પ્રકૃતિનું સંતુલન જાળવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

Gujarati

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે

ગુરુવારે મોડી રાત્રે જારી કરાયેલા એક સત્તાવાર સૂચના અનુસાર, રાષ્ટ્રપતિનું સંબોધન ઓલ ઈન્ડિયા રેડિયોના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર સાંજે 7:00 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે અને તમામ દૂરદર્શન ચેનલો પર બતાવવામાં આવશે. ભાષણ પહેલા હિન્દીમાં આપવામાં આવશે, ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણનું પ્રસારણ કરવામાં આવશે.દૂરદર્શને પુષ્ટિ આપી છે કે હિન્દી અને અંગ્રેજી પ્રસારણ પછી પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ થશે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
apply