Skip to main content
Settings Settings for Dark

Live TV

X

વલસાડ: NH-48 અને NH-848Bને જોડતા મોતીવાડા રેલવે ઓવરબ્રિજ પર પેચવર્કની કામગીરી સંપન્ન

રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-48 અને NH-848Bને સાંકળતા અત્યંત વ્યસ્ત એવા મોતીવાડા રેલવે ઓવરબ્રિજ પર પડેલા ખાડાઓનું સત્વરે સમારકામ કરી પેચવર્કની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.સમયસર રિપેરીંગ કામગીરી થવાથી હવે વાહનચાલકો સુરક્ષિત, સરળ અને કોઈપણ અવરોધ વિના અવરજવર કરી શકશે.લોકોની મુસાફરી સુખદ રહે તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગની નિયમિત દેખરેખ અને જરૂરી જાળવણી કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.
 

Gujarati

વડોદરા: પશુપાલન વિભાગની 37 ટીમો દ્વારા પૂર અસરગ્રસ્ત ગામોમાં પશુઓને તાત્કાલિક સારવાર

પૂર બાદ ચેપી રોગચાળો ફેલાતો અટકાવવા માટે વિશેષ પશુચિકિત્સકોની 37 ટીમોએ અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઈ  439 પશુઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર પૂરી પાડી હતી.પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે  5802 પશુઓને કૃમિનાશક દવાઓ અને 3688 પશુઓમાં સફળતાપૂર્વક રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.પશુપાલકોને પશુઓની યોગ્ય સંભાળ, શેડની સ્વચ્છતા અને વિપરીત પરિસ્થિતિમાં સુરક્ષા જાળવવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પશુપાલન વિભાગ દ્વારા પૂર અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં પશુ આરોગ્ય સેવાઓ સતત ચાલુ રાખી પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.

Gujarati

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે લીલીયા મોટાની સરકારી કોલેજમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ

આ ઝુંબેશનો મુખ્ય હેતુ સમગ્ર કોલેજ કેમ્પસ અને શૈક્ષણિક પરિસરને સ્વચ્છ અને સુંદર બનાવી મહાપર્વ માટે સજ્જ કરવાનો છે.કેમ્પસમાંથી એકત્ર થયેલા કચરાનું વર્ગીકરણ કરી જૈવિક કચરામાંથી સેન્દ્રીય ખાતર બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે તેમજ પ્લાસ્ટિક મુક્ત કેમ્પસનો સંકલ્પ કરાયો છે.કોલેજના એન.સી.સી., એન.એસ.એસ. તથા ઇકો ક્લબના સ્વયંસેવકોના સક્રિય સહયોગથી આ અભિયાન આગળ વધી રહ્યું છે.કોલેજ પરિવાર દ્વારા સૌને "સ્વચ્છ કૉલેજ - સુંદર લીલીયા"ના સંકલ્પને સાકાર કરવા અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અનુરોધ કરાયો છે.

Gujarati

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે લીલીયા મોટાની સરકારી કોલેજમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ

આ ઝુંબેશનો મુખ્ય હેતુ સમગ્ર કોલેજ કેમ્પસ અને શૈક્ષણિક પરિસરને સ્વચ્છ અને સુંદર બનાવી મહાપર્વ માટે સજ્જ કરવાનો છે.કેમ્પસમાંથી એકત્ર થયેલા કચરાનું વર્ગીકરણ કરી જૈવિક કચરામાંથી સેન્દ્રીય ખાતર બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે તેમજ પ્લાસ્ટિક મુક્ત કેમ્પસનો સંકલ્પ કરાયો છે.કોલેજના એન.સી.સી., એન.એસ.એસ. તથા ઇકો ક્લબના સ્વયંસેવકોના સક્રિય સહયોગથી આ અભિયાન આગળ વધી રહ્યું છે.કોલેજ પરિવાર દ્વારા સૌને "સ્વચ્છ કૉલેજ - સુંદર લીલીયા"ના સંકલ્પને સાકાર કરવા અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અનુરોધ કરાયો છે.

Gujarati

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ: બોક્સિંગ સ્પર્ધામાં વિજેતા ભારતીય ખેલાડીઓને મેડલ અર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ ગૌરવશાળી અવસરે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વૈશ્વિક મંચ પર ઉપસ્થિત રહી વિજેતા ભારતીય રમતવીરોને મેડલ પ્રદાન કરી સન્માનિત કર્યા હતા. મેડલ સેરેમની દરમિયાન ભારતીય બોક્સરોને મેડલ એનાયત કરતી વેળાએ સમગ્ર સ્ટેડિયમમાં 'ભારત માતા કી જય'ના નારા ગુંજી ઉઠ્યા હતા.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "આંતરરાષ્ટ્રીય મંચ પર આપણા ખેલાડીઓને મેડલ પહેરાવવાની અને રાષ્ટ્રધ્વજને ઊંચો લહેરાતો જોવાની ક્ષણ અત્યંત ગૌરવપૂર્ણ અને રોમાંચક છે. આ સિદ્ધિ દેશના યુવાનોની મહેનત અને સમર્પણનું પ્રતીક છે."

Gujarati

કોમનવેલ્થ ગેમ્સમાં પ્રભાવશાળી પ્રદર્શન બદલ પ્રધાનમંત્રી મોદીએ ભારતીય ખેલાડીઓને અભિનંદન આપ્યા

પ્રધાનમંત્રીએ ખેલાડીઓના પ્રદર્શન, હિંમત, પ્રતિબદ્ધતા અને દૃઢ નિશ્ચયની પ્રશંસા કરી અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી.પ્રધાનમંત્રીએ પુરુષોની 80 કિગ્રા શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીતનાર અંકુશ પંઘાલની શક્તિ અને કૌશલ્યની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે અંકુશનું પ્રદર્શન ઉત્કૃષ્ટ હતું અને આશા વ્યક્ત કરી કે તેની સિદ્ધિ ઘણા યુવા બોક્સરોને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપશે. અંકુશે ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતવા માટે નોંધપાત્ર વાપસી કરી.પ્રધાનમંત્રી મોદીએ પુરુષોની 90+ કિગ્રા શ્રેણીમાં સિલ્વર મેડલ જીતનાર બોક્સર નરેન્દ્ર બરવાલને પણ અભિનંદન આપ્યા.

Gujarati

સોમનાથ ટ્રસ્ટના મહિલા સશક્તિકરણના અનોખા સેવાયજ્ઞને પૂ. મોરારીબાપુના સાધુવાદ

ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય સખીમંડળની મહિલાઓને સીવણ અને રાચરચીલા નિર્માણની તાલીમ આપીને સોમનાથ મહાદેવને અર્પણ થતા વસ્ત્રોમાંથી 'વસ્ત્ર પ્રસાદ' નિર્માણ કરાવવામાં આવે છે.પૂજ્ય મોરારીબાપુએ બહેનો દ્વારા તૈયાર કરાયેલ વસ્ત્ર પ્રસાદનું નિદર્શન કરી હર્ષની લાગણી અને આદરભાવ વ્યક્ત કર્યો હતો. ટ્રસ્ટના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ શ્રદ્ધા, કલા અને રોજગારીની પહેલ પ્રત્યે તેમણે પ્રશંસા કરી હતી.મહાદેવને અર્પણ કરેલ પાઘ અને પીતાંબરમાંથી ઝભ્ભા, તોરણ, ચાકડા, ટોડલા અને આસન જેવી સામગ્રી બનાવવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 21,000 જેટલા વસ્ત્રોનું વિતરણ કરાયું છે.

Gujarati

સિહોરના નાના સુરકા ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને "સહકારી સશક્તિકરણ" કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્રને નવા વ્યવસાયિક અવસરો મળ્યા છે. સિહોર માર્કેટિંગ યાર્ડને રાજ્ય સરકારના સહયોગથી ખેડૂતો માટે વધુ લાભદાયી અને આધુનિક સુવિધાઓથી સજ્જ વિકસાવવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી.

Gujarati

અમદાવાદ સિવિલ હોસ્પિટલ: જન્મથી અન્નનળી ન હોવા છતાં જટિલ ઓપરેશન સફળ

જન્મજાત અન્નનળી ન હોવાની અત્યંત જટિલ ખામી ધરાવતા અઢી વર્ષના માસૂમ બાળક પર ‘ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ સફળતાપૂર્વક પાર પાડી તેને નવું જીવન આપવામાં આવ્યું છે.

Gujarati

ગાંધીનગર NFSU ખાતે ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો રાજ્યકક્ષાનો પ્રારંભ

પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને દેશભરના યુવાનોને નશામુક્ત ભારત માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. NFSU ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને યુવાનો સાથે સાર્થક સંવાદ કર્યો હતો અને યુવા પેઢીને વિકસિત ભારતના નિર્માણ માટે નશામુક્ત રહેવાનો સંદેશ આપ્યો હતો.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply