Skip to main content
Settings Settings for Dark

Live TV

X

શ્રાવણ મહિનાની શરૂઆત સાથે, ભક્તોનો સમુદ્ર "જય મહાકાલ!" ના નાદથી ગુંજી ઉઠ્યો હતો

મોડી રાતથી ભક્તો દર્શન માટે કતારમાં ઉભા જોવા મળ્યા હતા. મંદિર પરિસર "જય મહાકાલ" ના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિથી ભરાઈ ગયું હતું.

બાબા મહાકાલની વિશેષ પૂજા કરવામાં આવી હતી

Gujarati

સખી મંડળોને ગ્લોબલ માર્કેટ પૂરું પાડવા 'માર્કેટિંગ સપોર્ટ યોજના'નો પ્રારંભ: રૂ. 5 લાખ સુધીની સહાય મળશે

વર્ષ 2026-27 દરમિયાન સખી મંડળોના ઉત્પાદનોને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર પૂરું પાડવા માટે આ યોજના હેઠળ રૂ.

Gujarati

મોરબીની ઓમ શાંતિ સ્કૂલ ખાતે ઇસરો દ્વારા ત્રિદિવસીય સ્પેસ સાયન્સ પ્રદર્શનનું આયોજન

ડો. વિક્રમ સારા શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ભારતીય સ્પેસ ટેક્નોલોજી, ઇસરો ખાતે ઉચ્ચ કારકિર્દીલક્ષી તકો અને અવકાશીય ક્ષેત્રની સિદ્ધિઓથી અવગત કરાવવાનો છે. આ પ્રદર્શન દ્વારા બાળકો વિજ્ઞાન અને આધુનિક સંશોધનો પ્રત્યે પ્રેરણા મેળવી ભવિષ્યમાં ડૉ. વિક્રમ સારાભાઈ, કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સની જેમ આ ક્ષેત્રે દેશનું નામ રોશન કરે તેવો અભિગમ રાખવામાં આવ્યો છે.આ અંગે ઇસરોના વિનોદકુમારે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, વધુને વધુ બાળકો આ પ્રકારના પ્રેરક આયોજન થકી માર્ગદર્શન મેળવીને આગળ આવે તે જ અમારો મુખ્ય ઉદ્દેશ છે.

Gujarati

જામનગરના ચિત્રકારે કેનવાસ પર કંડાર્યું સુદર્શન સેતુ પર વિચરતા શ્રીકૃષ્ણનું અદભુત ચિત્ર

જામનગરના ખૂંભિયા ફખરૂદ્દીન અલી (કે.એફ. અલી) નાનપણથી જ ચિત્રકળાનો શોખ ધરાવતા હતા અને પોતાની મહેનતથી ચિત્રકાર બન્યા છે. તેઓ મૂળ આરબલુસના વતની છે અને કૃષ્ણનગરી દ્વારકામાં જીવનનો સુવર્ણ સમય પસાર કરી હાલ જામનગરમાં સ્થાયી થયા છે.કૃષ્ણ ભગવાન પ્રત્યેની અગાધ આસ્થાને પગલે તેમણે અગાઉ પણ દ્વારકા અને કૃષ્ણ લીલાના અનેક ચિત્રો તૈયાર કર્યા છે.

Gujarati

વિસનગરમાં રૂ. 10.5 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન 'વોલેન્ટરી બ્લડ બેંક'નું લોકાર્પણ

આ પ્રસંગે નવચંડી મહાયજ્ઞ અને વાસ્તુ પૂજનનું પણ વિશેષ આયોજન કરાયું હતું. રૂ. 10.5 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ સેન્ટર વિસનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.સંસ્થાના અધ્યક્ષ રાજેશ પટેલ, ચેરમેન કીર્તિ પટેલ તેમજ સમગ્ર ટીમનાં પ્રયાસોથી કુલ 10.5  કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું હતું, જેમાંથી રૂ. 9 કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડિંગ, મોર્ડન મશીનરી અને બ્લડ કલેક્શન વાનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં એલ.આઈ.સી. (LIC) તરફથી 60 લાખ રૂપિયાનું સી.એસ.આર. (CSR) ફંડ તેમજ સ્થાનિક દાતાઓનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે.

Gujarati

સુરત કોર્ટને બોમ્બની ધમકી આપનાર આરોપી ઝડપાયો

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ પોતાના મિત્રના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને આ ધમકીભર્યો ઈ-મેઈલ મોકલ્યો હતો. સાયબર ક્રાઈમે ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાઓના આધારે આરોપીની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તેના મોબાઈલમાંથી અન્ય કેટલાક ધમકીભર્યા ડ્રાફ્ટ ઈ-મેઈલ પણ મળી આવ્યા છે.

Gujarati

રાજ્યમાં રોગચાળા નિયંત્રણ માટે આરોગ્ય વિભાગનો સેવાયજ્ઞ

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય તેમ જ વાહકજન્ય રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ જહેમત ઉઠાવી રહ્યો છે. રાજ્યમાં 15 જૂનથી આજ દિન સુધીમાં 17 હજારથી વધુ મેડિકલ અને પેરા-મેડિકલ ટીમો વિવિધ જિલ્લાઓમાં કાર્યરત છે. આ સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 4655 મેડિકલ કેમ્પ દ્વારા 1.20 લાખથી વધુ દર્દીઓની આરોગ્યની તપાસ કરવામાં આવી અને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી. 

Gujarati

અમદાવાદના વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોના હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો સંવેદનશીલ નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારોને થયેલા આર્થિક નુકસાન અંગે અત્યંત સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિર્ણય અંગે કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારો માટે સુરતની જેમ જ આર્થિક પુનઃવસન સહાય જાહેર કરવામાં આવી છે.

Gujarati

આધાર કાર્ડમાં સુધારો કરાવવા 3 હજારની લાંચ લેતા BMCનો આધાર ઓપરેટર અને ખાનગી વ્યક્તિ ઝડપાયા

ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ આજે સફળ ડીકોય કાર્યવાહી કરી ભાવનગર મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનની આખલોલ જકાતનાકા સ્થિત આધાર કાર્ડ સેન્ટરમાંથી આધાર ઓપરેટર વિજય ભરતભાઈ ડાભી અને સદ્દગુરુ ઓનલાઈન સર્વિસ ચલાવતા અશ્વિન બાંભણિયાને રૂ. 3,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.

ACBને મળેલી હકીકત મુજબ આરોપી અશ્વિન બાંભણિયા પોતાની ઓફિસ મારફતે આધાર કાર્ડ, પાન કાર્ડ તથા અન્ય ઓનલાઈન સેવાઓના કામકાજ કરતો હતો અને ભાવનગર મહાનગરપાલિકાના આધાર ઓપરેટર સાથે મળતાવળ રાખી આધાર કાર્ડમાં સુધારા-વધારા કરાવી આપવા બદલ રૂ. 2 હજારથી રૂ. 3 હજાર સુધીની લાંચ વસૂલતો હોવાની માહિતી મળી હતી.

Gujarati

દક્ષિણ ગુજરાતમાં આકાશી-આફત બાદ ઘર વપરાશનો મહત્તમ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો

દક્ષિણ ગુજરાતમાં જુલાઈમાં થયેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો ઠેર-ઠેર ખોરવાયો હતો અને કેટલાક વીજપોલ તેમજ ટ્રાન્સફોર્મરો ભારે ક્ષતિગ્રસ્ત થયા હતા. ગ્રાહકોને ઝડપથી અને સુરક્ષિત રીતે વીજ પુરવઠો મળી રહે એ માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.(GUVNL)ના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરીના સંકલન, દેખરેખ અને રિયલ ટાઇમ મોનિટરિંગ સિસ્ટમ માટે 24×7 કંટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવ્યો હતો, જેના માધ્યમથી તમામ વીજ વિતરણ કંપનીઓ સાથે સતત સંકલન જાળવી જરૂરી નિર્ણયો ઝડપી લેવામાં આવી રહ્યા છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply