Skip to main content
Settings Settings for Dark

Live TV

X

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું ; કહ્યું કે રાષ્ટ્રની સેવા કરવી એ તેમના જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટમાં, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું, "મારા યુવા મિત્રો, ચાર દાયકાથી વધુ સમયથી, હું વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારણા માટે સમર્પિત છું. મેં હંમેશા માન્યું છે કે એક મજબૂત, સમાવિષ્ટ અને દૂરંદેશી શિક્ષણ પ્રણાલી એક મજબૂત રાષ્ટ્રનો પાયો બનાવે છે. હું દેશના યુવાનોની આકાંક્ષાઓ, લાગણીઓ અને કાયદેસર અપેક્ષાઓનું ઊંડાણપૂર્વક સન્માન કરું છું."

Gujarati

ભારતને વૈશ્વિક જહાજ નિર્માણ કેન્દ્ર બનાવવાની દિશામાં એક મોટું પગલું; 69,725 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી

કેન્દ્ર સરકારે દેશના જહાજ નિર્માણ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ₹69,725 કરોડના વ્યાપક પેકેજને મંજૂરી આપી છે. આ પેકેજનો ઉદ્દેશ સ્થાનિક જહાજ નિર્માણ ક્ષમતામાં વધારો કરવાનો, દરિયાઈ ક્ષેત્ર માટે લાંબા ગાળાના ધિરાણ પૂરું પાડવાનો, કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો અને ભારતને વૈશ્વિક જહાજ નિર્માણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે.

24,736 કરોડ રૂપિયાની નાણાકીય સહાય યોજના

Gujarati

નવસારીમાં પૂર બાદ રાહત અને પુનઃસ્થાપનની કામગીરી તેજ: મંત્રીઓએ લીધી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત

કલેક્ટર મનીષ ગુરવાનીએ રેસ્ક્યુ, આશ્રયસ્થાન, ભોજન, આરોગ્ય અને વીજ-રસ્તા પુનઃસ્થાપનની કામગીરીની વિગતો આપી.પૂરના પાણી ઓસર્યા બાદ પાક, મકાન અને જાહેર મિલકતોના નુકસાનના સર્વેની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાવવા માટે સફાઈ અને જંતુનાશક દવાઓનો છંટકાવ યુદ્ધના ધોરણે શરૂ કરાયો છે.

Gujarati

મુશળધાર વરસાદ વચ્ચે પણ અમદાવાદની લાઇફલાઇન બની BRTS-AMTS: મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે સતત સેવા

BRTSની બસ સેવાઓ દરરોજ સવારે 6:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધી નિયમિત રીતે સંચાલિત કરવામાં આવી હતી, જ્યારે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (AJL)ની ફિલ્ડ ટીમો સમગ્ર વરસાદી પરિસ્થિતિ દરમિયાન સતત મેદાનમાં તૈનાત રહી માર્ગોની સ્થિતિ પર નજર રાખી રહી હતી. BRTSના ફિલ્ડ સ્ટાફ અને રૂટ પર કાર્યરત ડ્રાઇવરો દ્વારા વિવિધ માર્ગોની સ્થિતિ અંગે રિયલ ટાઇમ માહિતી અમદાવાદ જનમાર્ગના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને પહોંચાડવામાં આવતી હતી. આ માહિતીના આધારે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની વિગતો તાત્કાલિક સંબંધિત ઝોનલ ટીમોને મોકલવામાં આવતાં પાણી ભરાવાના સ્થળોએ ઝડપી પ્રતિસાદ આપવો શક્ય બન્યો હતો.

Gujarati

ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે સર્પદંશની ઘટનાઓ વધતા તંત્રની સાવચેતીની અપીલ

આરોગ્ય વિભાગની અપીલ અને સાવચેતીના પગલાં ખેતર, જંગલ કે ઝાડીવાળા વિસ્તારોમાં જતી વખતે વિશેષ સાવચેતી રાખવી.રાત્રે બહાર નીકળતી વખતે ટોર્ચનો ઉપયોગ કરવો અને પગમાં બૂટ કે ચંપલ પહેરવા.કોઈપણ પ્રકારના ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડ્યા વગર તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રમાં પહોંચવું.દર્દીને શાંત રાખવા અને અસરગ્રસ્ત અંગનું હલનચલન ન થાય તેની કાળજી રાખવી.અફવાઓથી દૂર રહી સતર્ક રહેવું અને તબીબી ઇમરજન્સીમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરવો.

Gujarati

ભાવનગર: સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ સિઝનમાં ફરી ઓવરફ્લો, તમામ 59 દરવાજા 1 ફૂટ ખોલાયા

પાણીની આવક-જાવક: ડેમમાં 5310 ક્યુસેક પાણીની આવક સામે જાવક જાળવવા માટે ડેમના તમામ 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે.આ ડેમ સિઝનના પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયો હતો અને હાલ વરસાદના બીજા રાઉન્ડમાં સ્ત્રાવ વિસ્તારમાં પાણીની આવક વધતા પુનઃ છલકાયો છે.ડેમ ઓવરફ્લો થવાથી અને તમામ દરવાજા ખોલવામાં આવતા પાલીતાણા અને તળાજા વિસ્તારના નદીકાંઠાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના પ્રવાહથી દૂર રહેવા તાકીદ કરાઈ છે.

Gujarati

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: સાંતલપુરમાં 15 ઇંચ ખાબક્યો, ઉત્તર અને મધ્ય ગુજરાત જળબંબાકાર

જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ મુખ્ય વરસાદ સાંતલપુર (પાટણ): 381 મિ.મી. (15 ઇંચ),રાધનપુર 342મિ.મી,ભાભર 289 મિ.મી,દિયોદર 275 મિ.મી,નડિયાદ (ખેડા) 262મિ.મી,મહેમદાવાદ: 213મિ.મી,દાંતીવાડા અને થાનગઢ 180 મિ.મી,વાંકાનેર 176મિ.મી,સુઈગામ: 173 મિ.મી,સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન વરસાદનું જોર,આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 106 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, દિયોદર: 1.85 ઇંચ,લાખણી: 1.73 ઇંચ,ધાનેરા: 1.46 ઇંચ,રાહ: 1.42 ઇંચ,ઓગડ: 1.30 ઇંચ,નાનાપોંઢા (વલસાડ): 1.22 ઇંચખેરગામ (નવસારી): 1.02 ઇંચ જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત રહી છે.

Gujarati

પાટડીના કોચાડા ગામે મધરાતે દિલધડક રેસ્ક્યૂ: ફસાયેલા 6 લોકોનો સુરક્ષિત બચાવ

જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ આ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મધરાતે 1:10 વાગ્યાથી રાત્રે 2:30 કલાક સુધી (ભારે જહેમત બાદ સફળતા). પાટણની ફાયર ટીમ દ્વારા બોટ મારફતે જોખમી ઓપરેશન પાર પાડવામાં આવ્યું. પાટડી પ્રાંત ટીમ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને સ્થાનિક ગ્રામજનોએ ઉત્તમ સંકલન પૂરું પાડ્યું હતું.જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સુરક્ષા માટે 24/7 એક્શન મોડમાં કાર્યરત છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સલામતીના ભાગરૂપે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું.

Gujarati

પ્રધાનમંત્રી મોદીનો ઇન્સ્ટાગ્રામ વિડીયો ઇતિહાસ રચે છે; નવા સંદેશમાં યુવાનોનો આભાર

આ સંદેશ તેમના અગાઉના વિડીયોને મળેલા જબરદસ્ત પ્રતિસાદને અનુસરે છે. ગુરુવારે પ્રધાનમંત્રી દ્વારા શેર કરાયેલ આ વિડીયોએ 24 કલાકમાં સૌથી વધુ જોવાયેલા વિડીયોમાંનો એક બનીને સોશિયલ મીડિયા પર રેકોર્ડ બનાવ્યો છે.

યુવાનોને પ્રધાનમંત્રીનો સંદેશ

Gujarati

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ ઓવરફ્લો: 4 દરવાજા 7 ફૂટ ખોલાયા

ડેમ છલકાતા તેના 4 દરવાજા 7 ફૂટ ખોલીને મચ્છુ નદીમાં 18,578 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.નદીમાં પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા મોરબી અને માળિયા તાલુકાના નીચાણવાળા 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.મોરબી તાલુકાના 20 ગામો મોરબી શહેર તેમજ જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા અને અમરનગર.માળિયા (મીં) તાલુકાના 9 ગામો વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળિયા.નદી કાંઠે કે નીચાણવાળા તટીય વિસ્તારમાં ન જવા વહીવટી તંત્ર દ

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply