Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ગાંધીનગર: SEOC ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી વરસાદી સ્થિતિની સમીક્ષા

ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ  આ બેઠકમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ CEO ધવલ પટેલ, રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સહિત વિવિધ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

ભારે વરસાદ બાદ વોટર લોગીંગ દૂર કરવા SMCની સઘન કામગીરી

મેયરની મધરાત્રે ઓચિંતી મુલાકાત  મેયર માયાબેન માવાણીએ સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે ન્યુ પર્વત સુએઝ પમ્પિંગ સ્ટેશનની મધરાત્રે મુલાકાત લઈ પમ્પિંગ વ્યવસ્થા સતત કાર્યરત રાખવા સૂચના આપી હતી.ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક ICCC ખાતે મેયર, ડે. મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનર તથા વહીવટી અને પોલીસ તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.જનસુરક્ષા પર ભાર સંભવિત વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા અને રાહત કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

Gujarati

રાજ્યમાં ITIનું મેગા અપગ્રેડેશન : 177 બાંધકામ અને રિનોવેશન પ્રોજેક્ટ્સને વેગ

આગામી વર્ષનું આયોજન વર્ષ 2026-27માં વધુ 114 નવા પ્રોજેક્ટ્સ શરૂ કરાશે, જેમાં અમરેલીમાં મલ્ટીસ્ટોરીડ બિલ્ડિંગ અને ખેડબ્રહ્મામાં હોસ્ટેલનો સમાવેશ થાય છે.ન્યુ એઈજ સ્કિલ્સ બદલાતી ઔદ્યોગિક જરૂરિયાતોને અનુરૂપ યુવાનોને આધુનિક કૌશલ્ય તાલીમ આપવા માટે ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ: રાજ્યની ITIમાં દિવ્યાંગ તાલીમાર્થીઓ માટે રેમ્પ, ટેક્ટાઈલ ફ્લોરિંગ, બ્રેઈલ માર્કિંગ અને વિશેષ શૌચાલય વિકસાવવામાં આવી રહ્યા છે.શ્રમિકોની સલામતી પર ભાર: કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ બાંધકામ સાઇટ્સ અને કારખાનાઓમાં કામ કરતા શ્રમિકોના સ્વાસ્થ્ય તથા સલામતી પર વિશેષ ધ્યાન આપવા અધિકારીઓને સૂચના આ

Gujarati

દમણગંગા ડેમના 10 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ: 10થી વધુ લોકોનું રેસ્ક્યૂ

ડેમની સલામતી જાળવવા માટે તંત્ર દ્વારા 10 દરવાજા 6 મીટર સુધી ખોલીને નદીમાં 2,59,734 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.ડેમમાંથી પાણી છોડાતા રખોલી, કુડાચા મેઘવાળ, મસાટ, રિવર ફ્રન્ટ, પીપરીયા આંબેડકર વિસ્તાર, લેન્ડમાર્ક, ટોકરખાડા અને ગોકુળ કેનેરા બેંક તથા રેડક્રોસ બિલ્ડીંગ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાવચેતીના પગરૂપે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે અને સતત બીજા દિવસે પણ શાળાઓ, કોલેજો, આઈટીઆઈ તેમજ આંગણવાડીઓ બંધ રાખવાના આદેશ જારી કરાયા છે.

Gujarati

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી માર્ગોને નુકસાન: વન અને માર્ગ વિભાગની ટીમ સ્થળ પર રવાના

આજે સવારે થયેલા ધોધમાર વરસાદને કારણે એક સ્થળે માર્ગનો ભાગ ધોવાઈ જતાં વાહનવ્યવહાર પર અસર સર્જાઈ હતી. ઘટનાની માહિતી મળતા જ વન વિભાગ તથા માર્ગ અને મકાન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સુરક્ષાત્મક તેમજ મરામતની કાર્યવાહી હાથ ધરી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.આજના બે કલાકમાં (સવારે 6 થી 8) નોંધાયેલ વરસાદ આહવા: 57 મિ.મી,વઘઈ: 56 મિ.મી,સુબીર: 40 મિ.મી,જિલ્લાનો સરેરાશ વરસાદ: 51 મિ.મી.જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી, નદી-નાળાઓ તેમજ ધોવાણગ્રસ્ત માર્ગોની નજીક ન જવું અને પ્રશાસનની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.

Gujarati

6G ટેકનોલોજીમાં વૈશ્વિક નેતૃત્વ માટે તૈયારી: સરકારે સ્પેક્ટ્રમ રોડમેપ કર્યો જાહેર

સરકારે 6G સેવાઓ માટે સ્પેક્ટ્રમ રોડમેપ બહાર પાડ્યો છે અને સંશોધન, માનકીકરણ અને ટેસ્ટબેડ વિકાસને આવરી લેતી વિવિધ પહેલ શરૂ કરી છે. કેન્દ્રીય સંદેશાવ્યવહાર અને ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાનીએ લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

ભારત 6G એલાયન્સ 90 સભ્યો સુધી વધ્યું

Gujarati

RailOne એપ 45.5 મિલિયન ડાઉનલોડ્સ પર પહોંચી; રેલ્વેની ડિજિટલ સેવાઓને ભારે સમર્થન

દરમિયાન, ટિકિટ બુકિંગ છેતરપિંડીને રોકવા માટે, રેલ્વેએ જાન્યુઆરી 2024 થી 66.8 મિલિયનથી વધુ શંકાસ્પદ યુઝર એકાઉન્ટ્સને નિષ્ક્રિય કર્યા છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં આ માહિતી શેર કરી.

RailOne એપની વધતી જતી લોકપ્રિયતા

રેલ્વેએ અહેવાલ આપ્યો છે કે 1 જુલાઈ, 2025 ના રોજ લોન્ચ કરાયેલ RailOne એપ પર દરરોજ સરેરાશ 275,000 રિઝર્વ્ડ અને 689,000 અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવામાં આવે છે. આ એપ વિવિધ પેસેન્જર સેવાઓ - જેમ કે રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ ટિકિટિંગ, પ્લેટફોર્મ ટિકિટ, PNR સ્ટેટસ ચેક, ટ્રેન પૂછપરછ અને રેલમદાદ - ને એક જ પ્લેટફોર્મ પર એકીકૃત કરે છે.

Gujarati

તાપી જિલ્લામાં ભારે વરસાદ: કલેક્ટર દ્વારા કંટ્રોલ રૂમ અને SDRF કેમ્પની મુલાકાત, તંત્ર એલર્ટ મોડ પર

કલેક્ટરએ 24 કલાક ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરી કોઈપણ કટોકટીની સ્થિતિમાં ત્વરિત રિસ્પોન્સ માટે રેસ્ક્યૂ ટીમોને સજ્જ રહેવા સૂચના આપી હતી.છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ ડોલવણ: 378 મિ.મી,વાલોડ: 256 મિ.મી,વ્યારા: 241 મિ.મી,સોનગઢ: 190 મિ.મી.ઉકાઇ: 108 મિ.મી,ઉચ્છલ અને નિઝર: 28-28 મિ.મી,કુકરમુંડા: 25 મિ.મી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નિઝર, કુકરમુંડા અને ઉચ્છલ તાલુકા સિવાય તાપી જિલ્લાના બાકીના તમામ તાલુકાઓની શાળાઓ, આંગણવાડીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુવારે રજા જાહેર કરવામાં આવી છે.

Gujarati

રાજ્ય પોલીસ વડા જી.એસ.મલિકની અધ્યક્ષતામાં કાયદો-વ્યવસ્થા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતેથી તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા, રેન્જ વડા તથા SRP ગ્રુપના સેનાપતિઓ સાથે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન મુખ્યત્વે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સમગ્રતયા સ્થિતિની ગહન સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે તમામ પોલીસ અધિકારીઓને સતત વિજિલન્ટ રહેવા, સરકારી મિલકતો તેમજ કચેરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ખાસ દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.

Gujarati

સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે પણ વિપક્ષના ભારે હોબાળાને કારણે બંને ગૃહની કાર્યવાહી સ્થગિત

સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે પણ વિપક્ષના ભારે હોબાળાને કારણે બંને ગૃહની કાર્યવાહી ખોરવાઈ હતી.. NEET પેપર લીક સહિતના અનેક મુદ્દાઓ પર વિપક્ષના વિરોધના પગલે લોકસભાને દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.. તો હોબાળા વચ્ચે, કોલસા, ખાણો અને સ્ટીલ પરની સ્થાયી સમિતિઓના અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા.. ત્યારબાદ, ગૃહે મહિલા સાંસદો વિરુદ્ધ અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવા બદલ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીને ચોમાસા સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો.. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે ઠરાવ રજૂ કર્યો, જેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો..
Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply