વરસાદી પાણી સંગ્રહ ક્ષમતામાં 50.24 લાખ ઘનફૂટનો વધારો: ટકાઉ જળ વ્યવસ્થાપન તરફ AMCનું મહત્વપૂર્ણ પગલું
અમદાવાદના મેયર હિતેશ બારોટ તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ, પાણીના બગાડને અટકાવવા તથા ટકાઉ જળ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) હેઠળ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા 8 તળાવોને પરસ્પર જોડવાની મહત્વાકાંક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે.