Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ભારતના રાષ્ટ્રપતિએ ઉત્તર મેસેડોનિયાના સ્કોપજે સિટી મ્યુઝિયમ ખાતે મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તર મેસેડોનિયાના રાષ્ટ્રપતિ ગોરડાના સિલજાનોવસ્કા-દાવકોવા સાથે સ્કોપજે સિટી મ્યુઝિયમ ખાતે મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

Gujarati

ભારત-નેપાળ વેપાર સંબંધો માટે મોટી ઉપલબ્ધિ, કોલકાતા બંદરથી બિરાટનગર પહોંચ્યું કેનોલાનું પહેલું શિપમેન્ટ

ભારત અને નેપાળ વચ્ચેના વ્યાપારિક સંબંધો ઝડપથી આગળ વધી રહ્યા છે અને આ સંદર્ભમાં કોલકાતા બંદરથી ભારતના જોગબની ઇન્ડિયન કસ્ટમ્સ યાર્ડ દ્વારા કેનોલા અનાજનો પહેલો શિપમેન્ટ નેપાળના બિરાટનગર સ્થિત કસ્ટમ્સ યાર્ડમાં પહોંચી ગયો છે. 

Gujarati

'INS માલવન' ભારતીય નૌકાદળની તાકાત વધી, સબમરીન વિરોધી ક્ષમતામાં વધારો

ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થયો છે... ભારતીય નૌકાદળમાં સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત માહે શ્રેણીનું બીજું 'એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) INS માલવન ઔપચારિક રીતે સામેલ થયું છે... કમિશનિંગ સમારોહ કારવારમાં યોજાયો હતો. છીછરા પાણીમાં સબમરીનને શોધી કાઢવા અને નિષ્ક્રિય કરવામાં સક્ષમ, આ જહાજ ભારતીય નૌકાદળની દરિયાઈ સુરક્ષા અને એન્ટિ-સબમરીન ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે.

છીછરા પાણીના મિશન માટે રચાયેલ

Gujarati

વાવ-થરાદના નાગરિકો માટે મહત્વપૂર્ણ નિર્ણય; GJ-40 બનશે જિલ્લાની નવી ઓળખ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વાહન વ્યવહાર ક્ષેત્રે નાગરિકોની સુવિધા માટે વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાંથી અલગ અલગ તાલુકાઓને સાંકળીને રચાયેલા નવા વાવ-થરાદ જિલ્લાના નાગરિકોને વાહન વ્યવહાર વિભાગની સેવાઓ હવે સરળતાથી, ઝડપથી અને પારદર્શક રીતે મળશે. આજથી ‘સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, થરાદ (GJ-40)’નો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

Gujarati

US વાતચીત માટે તૈયાર, પરંતુ ઈરાનની હાલની સ્થિતિ ભયાનક છે: અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ મોટું અને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે... તેમણે કહ્યું કે, અમેરિકા હજુ પણ ઈરાન સાથે વાતચીત માટે ખુલ્લું છે, પરંતુ તે અંગે ગંભીર નથી. તેમણે એમ પણ કહ્યું કે, અમેરિકા-ઈઝરાયલી હુમલાને કારણે ઈરાન મોટી મુશ્કેલીમાં છે. રુબિયોએ બુધવારે ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં આયોજિત આસિયાન દેશોના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

US વિદેશ મંત્રી માર્કો રુબિયોએ શું કહ્યું ?

Gujarati

શેરબજારમાં ત્રીજા દિવસે પણ ભારે ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકર વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે ભારતીય શેરબજાર સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે બંધ થયા. મુખ્ય સ્થાનિક બેન્ચમાર્ક લગભગ 1 ટકા ઘટ્યા. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 715.06 પોઈન્ટ અથવા 0.92 ટકા ઘટીને 76,755.05 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 191.45 પોઈન્ટ અથવા 0.79 ટકા ઘટીને 23,996.25 પર બંધ થયો.

Gujarati

સરકાર NEET પેપર લીક અને તેનાથી સંબંધિત ઘટનાઓની વિગતો ગૃહમાં આપશે: કેન્દ્રીય મંત્રી

 NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરી છે... કેન્દ્રીય મંત્રીનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર NEET પેપર લીક અને તેનાથી સંબંધિત તમામ મુદ્દાઓ પર સંસદમાં વિગતવાર ચર્ચા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યું કે, સંસદનો હેતુ ચર્ચા અને સંવાદ છે, અને તેથી તમામ પક્ષોએ નિયમોની અંદર રહીને અર્થપૂર્ણ ચર્ચામાં ભાગ લેવો જોઈએ.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ શું કહ્યું ?

Gujarati

જોર્ડન એરબેસ પર હુમલામાં બે અમેરિકન સૈનિકોની મૃત્યુ, ઘટનાની તપાસ ચાલુ

'ઓપરેશન ઇનહેરન્ટ રિઝોલ્વ'માં તૈનાત અમેરિકી લશ્કરના બે સૈનિકો જોર્ડનમાં આવેલા એરબેઝ પર દુશ્મનના હુમલામાં માર્યા ગયા. અમેરિકી યુદ્ધ વિભાગે સોમવારે આ માહિતી આપી હતી. અમેરિકી યુદ્ધ વિભાગના નિવેદન અનુસાર, હવાઈના ઈવા બીચના રહેવાસી 25 વર્ષીય ફર્સ્ટ લેફ્ટનન્ટ ટાયલર જેમ્સ ફીહાન અને ટેક્સાસના કેરોલટનના રહેવાસી 19 વર્ષીય પ્રાઈવેટ ઇસાબેલા ગોંઝાલેસનું 17 જુલાઈએ જોર્ડનના મુવફ્ફાક સાલ્ટી એરબેઝ પર થયેલા હુમલા પછી અવસાન થયું હતું.

Gujarati

UAEના પ્રવાસન મંત્રીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા, દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી

UAEના અર્થતંત્ર અને પર્યટન મંત્રી અબ્દુલ્લા બિન તૌક અલ મારીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે સંસદ ભવનમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી.... બંને પક્ષોએ ભારત-UAE સંબંધોને વધુ મજબૂત બનાવવા અને પરસ્પર સહયોગને આગળ વધારવાના માર્ગો પર ચર્ચા કરી...

ઓમ બિરલાએ ભાગીદારીને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

Gujarati

પેન્શન નિયમોમાં સુધારાની જરૂર, સરકારનું ધ્યાન અદાલતી કાર્યવાહી ઘટાડવા પર: કેન્દ્રીય મંત્રી

કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સોમવારે પેન્શન નિયમોની વ્યાપક સમીક્ષાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે, બદલાતી સામાજિક પરિસ્થિતિઓને અનુરૂપ નીતિગત સુધારા કરવા જોઈએ, જેથી પેન્શન સંબંધિત વિવાદો કોર્ટમાં ન પહોંચે. તેમણે કહ્યું કે, સરકારનું લક્ષ્ય મુકદ્દમા-મુક્ત, સરળ અને નાગરિક-કેન્દ્રિત પેન્શન સિસ્ટમ વિકસાવવાનું છે.

રાષ્ટ્રીય કાર્યશાળામાં ખાસ ઝુંબેશનો પ્રારંભ

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply