Skip to main content
Settings Settings for Dark

Live TV

X

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પંજાબ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં રહ્યાં ઉપસ્થિત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી પંજાબ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢની બે દિવસની મુલાકાતે છે. 

રાષ્ટ્રપતિ મુર્મૂએ પંજાબની કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. 

સમારોહના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ દીકરીઓનો ઉચ્ચ અભ્યાસ ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું હતું અને કહ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણના સ્વપ્નને દીકરીઓ સુંદર સ્વરૂપ પ્રદાન કરશે.
 

Gujarati

પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ

પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે 10 દિવસ વહેલી કેરીની આવક શરૂ થઈ છે. જિલ્લાના હનુમાનગઢ, બીલેશ્વર, કાટવાણા સહિતના ગામોના બગીચામાંથી હાલ કેસર કેરીની આવક નોંધાઈ રહી છે. 

પોરબંદર જિલ્લામાં બરડા ડુંગરના પેટાળના વિસ્તારમાં આવેલા ગામોના બગીચામાં ઉત્પાદિત થતી કેસર કેરી દેશ વિદેશમાં ખ્યાતનામ છે. ગીર ની કેસર કેરી કરતા પણ બરડા પંથકની કેસર કેરી સ્વાદમાં લોકપ્રિય છે ત્યારે બરડા પંથકની કેસર કેરીની સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ માંગ છે.

Gujarati

સંસદના બજેટ સત્રમાં આજે લોકસભામાં વર્ષ 2025-26 માટે મણિપુરના બજેટ પર ચર્ચા

સંસદના બજેટ સત્રના બીજા ચરણમાં આજે લોકસભામાં વર્ષ 2025-26 માટે મણિપુરના બજેટ પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ મણિપુર માટે વર્ષ 2024-25ની અનુદાનની માંગ અને વર્ષ 2025-26ના લેખાનુદાન પર ચર્ચા કરવામાં આવશે.

Gujarati

મોરેશિયસમાં પ્રધાનમંત્રી મોદીનું બિહારી પરંપરા અને લોકગીત સાથે ભવ્ય સ્વાગત

મોરેશિયસમાં બિહારી પરંપરા અને લોકગીત સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય પ્રવાસે મોરેશિયસ પહોંચ્યા છે. સર સીવસાગર રામગુલામ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજધાની પોર્ટ લુઇસમાં મહિલાઓના એક જૂથે બિહારી પરંપરા હેઠળ પરંપરાગત લોકગીતો ગાઈને પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું.

"धन्य है, धन्य है देश हमारा हो, मोदी जी पधारे है। जय मॉरीशस बोलो जय भारत।" ગીત ભારતના ભોજપુરી ક્ષેત્રના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે, જે અહીં સ્થાયી થયેલા ભારતીય સમુદાય દ્વારા મોરેશિયસ લાવવામાં આવ્યું છે.

Gujarati

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલું બજાર ઘટાડાની સાથે ખુલ્યું. સેન્સેક્સ 415 અંકના ઘટાડા સાથે 73,699 પર જ્યારે નિફ્ટી 134 અંકના ઘટાડા સાથે 22,350 અંકે ખુલ્યો હતો. 

મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં નબળાઈ જોવા મળી હતી. BSEના મિડકેપ ઇન્ડેક્સમાં 1.08 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે. ઓટો, FMCG, IT, મીડિયા, ફાઈનાન્શીયલ સર્વિસ, ઓઈલ એન્ડ ગેસ સેક્ટર્સમાં ઘટાડો જોવા મળ્યો.

Gujarati

ઈ-શ્રમ પોર્ટલ પર 30.68 કરોડથી વધુ અસંગઠિત કર્મચારીઓ નોંધાયા

ઈ-શ્રમ પોર્ટલ પર ૩૦.68 કરોડથી વધુ અસંગઠિત કર્મચારીઓ નોંધાયા છે.

સરકારે કહ્યું છે કે, ઈ-શ્રમ પોર્ટલ પર 30.68 કરોડથી વધુ અસંગઠિત કર્મચારીઓ નોંધાયેલા છે. આ પોર્ટલ વર્ષ 2021 માં અસંગઠિત કામદારોનો વ્યાપક રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું.

Gujarati

રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ

રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ શરૂ, આજે રાજ્યના 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ, રાજકોટ, સુરત અને ડાંગમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર તો અમદાવાદ, રાજકોટ, અમરેલીમાં હીટવેવની આગાહી આપવામાં આવી.

ઉનાળાની શરૂઆતમાં જ ત્રણ દિવસ સુધી રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે. કચ્છ, અમરેલી, મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરત જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું.

Gujarati

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગત રાત્રે સાઇબર હુમલો

X પર મોટો સાયબર હુમલો, એલોન મસ્કને મોટા પાયે સંડોવણીની શંકા છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ગત રાત્રે એક મોટા સાઇબર હુમલાનો શિકાર બન્યું, જેના કારણે અનેક અવરોધો સર્જાયા. આ હુમલાને કારણે વિશ્વભરમાં હજારો વપરાશકર્તાઓ તેમના હેન્ડલ્સ એક્સેસ કરવામાં અસમર્થ રહ્યા. આ સાઇબર હુમલાનો મુખ્ય અસર યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમમાં જોવા મળી.

એલોન મસ્કે પુષ્ટિ કરી કે X સામે મોટા પાયે સાઇબર હુમલો થયો હતો. તેમણે વધુમાં શંકા વ્યક્ત કરી હતી કે આ હુમલો ઘણા સંસાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતોઅને કદાચ કોઈ મોટા સંકલિત જૂથ અથવા એક દેશ સામેલ હોઈ શકે.

 

 

 

Gujarati

ભારતના તબીબી ઉત્પાદન નિયમનના ક્ષેત્રમાં સહયોગ માટે આર્મેનિયા સાથે મહત્વના MoU

ભારતે તબીબી ઉત્પાદન નિયમનના ક્ષેત્રમાં સહયોગ માટે આર્મેનિયા સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. 

Gujarati

મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં 3.56 લાખ ભક્તોએ કરી બિલ્વપૂજા

મહાશિવરાત્રી પર બિલ્વપૂજા નોંધાવનારા 3.56 લાખ જેટલા ભક્ત પરિવારોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવાનો પ્રારંભ.

મહાશિવરાત્રી પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર ₹25માં બિલ્વપૂજા સેવા લોન્ચ કરવામાં આવી હતી. આ આગવી પહેલને અભૂતપૂર્વ સફળતા મળી. જ્યાં 3.56 લાખથી વધુ ભક્તોએ એકસાથે એક જ પૂજામાં ભાગ લીધો હતો, જે એક અનોખો વિક્રમ છે. દેશભરના તમામ રાજ્યોમાંથી ભક્તોએ વિશેષ બિલ્વપૂજાને ઉલ્લેખનીય પ્રતિસાદ આપ્યો.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply