જમ્મુ અને કાશ્મીરના લિડવાસ વિસ્તારમાં 'ઓપરેશન મહાદેવ' હેઠળ સુરક્ષા દળોને મોટી સફળતા મળી,ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા
સેનાના જવાનોએ 'ઓપરેશન મહાદેવ' હેઠળ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર લિડવાસમાં થયું હતું, જ્યાં સેનાએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા અને તેમને ઠાર માર્યા હતા.સેનાના ચિનાર કોર્પ્સે તેના X હેન્ડલ પર ઓપરેશન અંગે માહિતી શેર કરી હતી. એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, ઓપરેશન મહાદેવ: લિડવાસ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો છે અને ઓપરેશન ચાલુ છે. આના થોડા સમય પછી, બીજી પોસ્ટમાં, ચિનાર કોર્પ્સે કહ્યું કે એન્કાઉન્ટર દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે અને ઓપરેશન હજુ પણ ચાલુ છે.