ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય માહિતી કમિશનરના હસ્તે ત્રણ લઘુ પુસ્તિકાઓ અને પોડકાસ્ટનું કરાયું અનાવરણ
તેમણે ઉમેર્યું કે, આયોગની વેબસાઇટના નવીનીકરણ થકી નાગરિકોની સુગમતા માટે આયોગ ના 250 જેટલા અગત્યના ચૂકાદાઓ ઓનલાઈન મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત આયોગ દ્વારા ગત વર્ષે મુખ્યત્વે પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપવી, માહિતીનો ફોટો પાડવાની તેમજ ડિજિટલ સ્ટોરેજ ડિવાઇસમાં માહિતી આપવાની મંજૂરી આપવા જેવી વિવિધ ભલામણો કરવામાં આવી હતી, જેનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે, તેમ આયોગ દ્વારા કરવામાં આવેલી સિમાચિન્હરૂપ કામગીરીનો ચિતાર આપતા મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીએ જણાવ્યું હતું.