Skip to main content
Settings Settings for Dark

Live TV

X

અમરનાથ યાત્રા: 3.77 લાખ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા

આ વર્ષે તારીખ 3 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં અત્યાર સુધીમાં 3.77 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે. સોમવારે 1635 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુથી કાશ્મીર વેલી માટે રવાના થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 374 શ્રદ્ધાળુઓને લઈને 17 વાહનોનો પહેલો કાફલો સવારે 3:25 વાગ્યે બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયો હતો, જ્યારે 1261 શ્રદ્ધાળુઓને લઈને 42 વાહનોનો બીજો કાફલો સવારે 4 વાગ્યે પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયો હતો.

અમરનાથ શ્રાઇન બોર્ડે શું કહ્યું ?

Gujarati

ઇસરો અને નાસાનો સંયુક્ત ઉપગ્રહ 30 જુલાઈએ થશે લોન્ચ, આપત્તિ વ્યવસ્થાપનમાં કરશે મદદ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) અને US અવકાશ એજન્સી નાસાએ સંયુક્ત રીતે એક અત્યાધુનિક પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ વિકસાવ્યો છે, જે 30 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહને ભારતીય નિર્મિત GSLV-F16 રોકેટ દ્વારા 740 કિમીની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપગ્રહ ખરાબ હવામાન, વાદળો અને વરસાદ છતાં દિવસ અને રાત પૃથ્વીની સ્પષ્ટ તસવીરો લઈ શકશે. તેનો ઉપયોગ ભૂસ્ખલન, કુદરતી આફતોનું સંચાલન કરવા અને આબોહવા પરિવર્તન પર નજર રાખવા માટે કરવામાં આવશે.

ISROના ચેરમેને શું માહિતી આપી ?

Gujarati

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ ડ્રો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ ડ્રો થઈ ગઈ છે. ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે મેચના પાંચમા દિવસે, ભારતે બીજી ઇનિંગમાં ચાર વિકેટે 425 રન કર્યા હતા. ભારતે પ્રથમ ઇનિંગમાં 358 રન કર્યા હતા જ્યારે ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 669 રનનો વિશાળ સ્કોર કર્યો હતો.  ભારતે બે વિકેટે 174 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું.  જેમાં કેપ્ટન શુભમન ગિલે 103 રન અને કે.એલ.રાહુલે 90 રનનું યોગદાન આપ્યું હતું. મેચમાં 5 વિકેટ અને શાનદાર 141 રન કરનારા ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. 

Gujarati

ઓપરેશન સિંદૂર પર આજે લોકસભામાં 16 કલાકની ચર્ચા, રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે શરૂઆત

સંસદ સત્ર દરમિયાન લોકસભામાં આજે ઓપરેશન સિંદૂર અંગે 16 કલાકની ચર્ચાની શરૂઆત થશે તો મંગળવારે રાજયસભામાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.  લોકસભામાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ મુદ્દે ચર્ચાની શરૂઆત કરશે. તો વિપક્ષ તરફથી  રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પણ ચર્ચામાં ભાગ લેશે.  સમાજવાદી પાર્ટીને ચર્ચા માટે 65 મિનિટનો સમય આપવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે , લોકસભા સ્પીકર ઓમ બિરલાની અધ્યક્ષતામાં યોજાયેલી બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજયસભામાં આજે નવા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે તેમજ સમુદ્ર દ્વારા માલ પરિવહન અંગેના વિધેયકની ચર્ચાને આગળ ધપાવવામાં આવશે.

Gujarati

રાજ્યના 198 તાલુકામાં મેઘરાજાની ધબધબાટી, ખેડાના નડિયાદમાં આભ ફાટ્યું

  • રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૧ ટકાથી વધુ; સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સીઝનનો ૬૫ ટકા વરસાદ વરસ્યો
Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાને રૂ.358.37 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ

સરહદી વિસ્તારના વિકાસની નવતર રાહ સાથે તેમણે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુર્હુત તથા 55.68 કરોડના વિકાસ કાર્યો પ્રારંભ કરાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વમાં અગ્રીમ હરોળમાં લાવવાનું કામ કર્યું છે. આજે દેશની સાથે ગુજરાતે પણ સર્વાંગી વિકાસ સાધ્યો છે. રાજ્ય સરકારે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી ઘર આંગણે વિવિધ યોજનાકીય લાભો આપ્યા છે. આજે ધંધા - રોજગાર, રોડ- રસ્તા, વીજળી, પાણી, ઉદ્યોગો થકી છેવાડાના લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવી શકાયું છે તથા નાગરિકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે. 

Gujarati

ભારત-યુકે વેપાર કરારમાં ફાર્મા અને કેમિકલ ક્ષેત્રને આપશે પ્રોત્સાહન

આ કરાર હેઠળ, બંને ક્ષેત્રોને શૂન્ય ડ્યુટી બજાર પ્રવેશ મળશે, જે યુકેમાં ભારતીય ઉત્પાદનોને વધુ સ્પર્ધાત્મક બનાવશે. આ મુક્ત વેપાર કરાર (CETA) પર આજે ગુરુવારે લંડનમાં પ્રધાનમંત્રી અને યુકેના પ્રધાનમંત્રી કીર સ્ટારમર વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

શૂન્ય ડ્યુટીથી ફાર્મા ક્ષેત્રને લાભ થાય છે

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ નડાબેટ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાં BSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. 

Gujarati

નવા પાસપોર્ટ રેન્કિંગમાં ભારત 85મા ક્રમેથી 77મા ક્રમે આવ્યો

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 મુજબ, સિંગાપોર વિશ્વ પાસપોર્ટ રેન્કિંગમાં ટોચ પર છે, જ્યારે જાપાન અને દક્ષિણ કોરિયા બીજા સ્થાને છે. આ ઉપરાંત, ભારત અને યુએઈ જેવા દેશોએ પાસપોર્ટ રેન્કિંગમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે. છ મહિનામાં ભારત 85મા ક્રમેથી 77મા ક્રમે પહોંચી ગયું છે.

પાકિસ્તાનનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી નબળો છે

Gujarati

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કચ્છના શિણાઈ ખાતે રૂ.19.82 કરોડથી વધુના માળખાકીય કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ

કચ્છ પોલીસને શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારા દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે નીડરતાથી કડક પગલાં લીધા છે. ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાત પોલીસ કોઈપણ પ્રકારના ગેરકાયદે જમીન દબાણને ચલાવી લેશે નહીં. કચ્છ પોલીસની ધાક બેસાડતી કાયદાકીય કાર્યવાહી સાથે ગૌસેવા,શિક્ષણ વગેરે સામાજિક કાર્યોને ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવ્યા હતા. 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
apply