ગાંધીધામ અને સાબરમતી રેલ્વે સ્ટેશનો પર હેલ્થ ચેકઅપ કેમ્પનું કરવામાં આવ્યુ સફળ આયોજન
આ કેમ્પમાં 80 થી વધુ રેલ્વે કર્મચારીઓએ ભાગ લીધો હતો અને તેમની વિસ્તૃત હેલ્થ પરીક્ષણ કરવામાં આવ્યું હતુંઆ હેલ્થ ચેકઅપ કેમ્પમાં, ડોકટરોએ કર્મચારીઓની ઊંચાઈ, વજન, બ્લડ પ્રેશર (BP), ઇસીજી અને સામાન્ય શારીરિક તપાસ (GPE) ની તપાસ કરી હતી, કેમ્પમાં હાઈ બ્લડ પ્રેશર ના 7 અને ડાયાબિટીસના 4 નવા કેસ મળી આવ્યા હતા. આ દરમિયાન, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અન્ય સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે જરૂરી પરામર્શ પણ આપવામાં આવ્યો હતો.