વિદેશમંત્રી ડો. એસ.જયશંકરની નર્મદા જિલ્લાની મુલાકાતનો આજે બીજો દિવસ
વિદેશમંત્રી ડોકટર એસ.જયશંકર બે દિવસ નર્મદા જિલ્લાની મુલાકાતે હતા. 14મી એપ્રિલે તેમણે વ્યાધાર,આમદલા, અગર,જેતપુર ગામોમાં વિકાસ કાર્યો સહિત સ્માર્ટ કલાસ અને વેલનેસ સેન્ટરની મુલાકાત લીધી હતી. જયારે બીજા દિવસે 15 એપ્રિલના રોજ રાજપીપળા ખાતે છોટુભાઇ પુરાણી વ્યાયામ શાળાનું લોકાર્પણ કર્યું હતું તેમજ વ્યાાયમ ભવન અને જીમનાસ્ટિકના સાધનોનું લોકાર્પણ કર્યું હતું અને બાળકોની રમતનું પણ નિરિક્ષણ કર્યું હતું. ત્યાર બાદ પાસપોર્ટ ઓફિસની મુલાકાત કરી પાસપોર્ટ બનાવવા આવેલા લોકો સાથે વાતચીત પણ કરી હતી. જયશંકર જ્યારે વિદેશમંત્રી બન્યા હતા, ત્યારે રાજપીપલાની પાસપોર્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું.