કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે દેશના અલગ અલગ રાજ્યોના સહકારિતા મંત્રીઓ સાથે બેઠક યોજાઇ
જેમાં તેમણે સહકારિતા ક્ષેત્રે અગ્રેસર ગુજરાતની મુલાકાત કરવા સર્વે મંત્રીઓને અનુરોધ કર્યો હતો. જેના ભાગરૂપે તા. 4 થી 7 ઓગષ્ટ સુધી ત્રિપુરાના સહકારિતા મંત્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ રાજ્યના પ્રવાસે પધાર્યું છે. આજે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ત્રિપુરાના સહકારિતા મંત્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ ત્રિપુરાના સહકારિતા મંત્રી સહિત અધિકારીઓના પ્રતિનિધિ મંડળને ગુજરાતના સહકારિતા મોડેલ વિશે વિગતવાર માહિતી આપી જરૂરી તમામ સહાયની તત્પરતા દર્શાવી હતી.