CM ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વિસનગરને 495 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણાના વિસનગર APMC ખાતે રૂપિયા 495 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. રૂપિયા 30 કરોડના ખર્ચે નવીન હોસ્પિટલ બિલ્ડીંગ, રૂપિયા 670 કરોડના ખર્ચે નવીન નગરપાલિકા બિલ્ડીંગ તેમજ રૂપિયા 4.47 કરોડના ખર્ચે નવીન તાલુકા પંચાયત બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિસનગર નગરપાલિકા દ્વારા રૂપિયા 18.87 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂપિયા 10.12 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.