Skip to main content
Settings Settings for Dark

Live TV

X

નેપાળમાં નવી સરકારની રચના સાથે જ રાજકીય હલચલ તેજ, પૂર્વ PM કે.પી.શર્મા ઓલીની ધરપકડ

 નેપાળમાં ગત વર્ષે થયેલા હિંસક 'GenZ' પ્રદર્શનમાં કથિત સંડોવણીના આરોપસર નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીની ધરપકડ કરવામાં આવી છે. દેશના સૌથી યુવા પ્રધાનમંત્રી તરીકે બાલેન્દ્ર શાહના શપથ લીધાના એક દિવસ બાદ જ તેમની ધરપકડ કરવામાં આવી છે. ભક્તપુર જિલ્લા પોલીસ રેન્જના વડા, પોલીસ અધિક્ષક સૂર્ય બહાદુર ખડકાનું કહેવું છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાનની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ ગૃહપ્રધાન રમેશ લેખકને પણ ઓલીની સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

Gujarati

PM મોદી આજે જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના જેવરમાં બહુપ્રતિક્ષિત નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, જે ભારતના ઉડ્ડયન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. પીએમ મોદી સવારે લગભગ 11:30 વાગ્યે ગૌતમ બુદ્ધ નગરના જેવર પહોંચવાના છે, જ્યાં તેઓ ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ ઔપચારિક ઉદ્ઘાટન અને બપોરે જાહેર સંબોધન કરશે, જેમાં પ્રોજેક્ટના મહત્ત્વ અને ભવિષ્યની કાર્યવાહીની રૂપરેખા આપવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે ઉત્તર પ્રદેશના જેવર ખાતે નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકની તસવીરો શેર કરી, જેમાં પ્રાદેશિક જોડાણ માટે તેના મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો. 

Gujarati

RCB vs SRH: આજથી IPLની 19મી સીઝનનો રોમાંચ શરુ, બેંગલુરુમાં પ્રથમ મુકાબલો

આજથી ઈન્ડિયન પ્રીમીયર લીગનો રોમાંચ શરૂ થવા જઈ રહ્યો છે. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPLની 19મી આવૃત્તિની શરૂઆત થશે. પ્રથમ મેચમાં ચેમ્પિયન RCBનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે. આ સીઝનમાં પણ 10 ટીમો ભાગ લઈ રહી છે અને કુલ 70 લીગ સ્પર્ધા થશે. જે દેશના 13 અલગ-અલગ સ્થળો પર આયોજિત થશે. તમામ 10 ટીમો લીગ સ્ટેજમાં 14-14 સ્પર્ધા રમાશે અને મુખ્ય ચાર ટીમો પ્લેઓફમાં પહોંચશે. 2026નો પહેલો ફેઝ 28 માર્ચથી લઈને 12 એપ્રિલ સુધી ચાલશે, પછી બીજો ફેઝ 13 એપ્રિલથી શરૂ થશે અને 24 મે સુધી ચાલુ રહેશે. પહેલા ફેઝમાં 20 અને બીજા ફેઝમાં 50 સ્પર્ધા થશે.આ સીઝનમાં કુલ 12 ડબલ હેડર સ્પર્ધા યોજાશે. 

Gujarati

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને મેસર્સ કતીરા કન્સ્ટ્રક્શન પ્રા.લિ. દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ હેઠળ પાટણ ખાતે નિર્મિત આધુનિક બસપોર્ટનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રીબીન કાપી આઇકોનિક બસ પોર્ટની તકતીનું અનાવરણ કર્યું હતું. આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લાને ત્રણ નવીન AC બસો આપવાની જાહેરાત કરી હતી. બસપોર્ટના લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નગરદેવી કાલિકા માતાજીના મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીની પૂજા અર્ચન કરી આશિર્વાદ મેળવ્યા હતા.

Gujarati

PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક, 'ટીમ ઇન્ડિયા' બનીને કામ કરવા હાકલ

પશ્ચિમ એશિયામાં ઉભરતા સંકટને ધ્યાનમાં રાખીને PM મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને દેશની તૈયારી, પુરવઠા શૃંખલા, ઉર્જા સુરક્ષા અને તેના નાગરિકોના હિતોનું રક્ષણ કરવા અંગે વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી.

Gujarati

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ‘જિલ્લાકક્ષાના માસ્ટર ટ્રેનર્સ’માટે સઘન તાલીમ કાર્યક્રમ યોજાયો

રાજ્યના તમામ જિલ્લાઓના ‘જિલ્લાકક્ષાના માસ્ટર ટ્રેનર્સ’ (DLMTs) માટે રાજ્યના ત્રણ મુખ્ય કેન્દ્રો પર એક દિવસીય સઘન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.વહીવટી સુગમતા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સમગ્ર રાજ્યને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉત્તર ઝોનનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ ઝોનમાં ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, વાવ-થરાદ, સાબરકાંઠા, આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ અને મહીસાગર એમ કુલ 13 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Gujarati

ICARની બે ડીમ્ડ યુનિવર્સિટીઓએ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ - સબ્જેક્ટ વાઇઝ 2026 માં ઐતિહાસિક કર્યો પ્રવેશ

ડિસેમ્બર 2025માં મુખ્ય સચિવોની પરિષદ દરમિયાન ભારતના પ્રધાનમંત્રીએ કુશળ માનવ મૂડી વિકસાવવાની અત્યંત આવશ્યકતા પર જે ભાર મૂક્યો હતો, તેને ધ્યાનમાં લેતા આ સિદ્ધિનું મહત્વ ઘણું વધી જાય છે.આ રાષ્ટ્રીય અગ્રતાને પ્રતિસાદ આપતા, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળની ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નેશનલ એગ્રીકલ્ચરલ રિસર્ચ એજ્યુકેશન એન્ડ એક્સટેન્શન સિસ્ટમ (NAREES) ની અંદર વિશ્વસ્તરીય, બહુશાખીય અને સંશોધન-સઘન શિક્ષણ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે અથાક મહેનત કરી રહી છે.

Gujarati

રવિ માર્કેટીંગ સીઝન 2026-27 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈની કરાશે સીધી ખરીદી

ખેડૂતોને મહત્તમ ટેકાના ભાવનો લાભ મળી રહે તે માટે બાજરી તેમજ જુવારની ખરીદી ઉપર ટેકાના ભાવ ઉપરાંત રૂ. 300 પ્રતિ ક્વી. બોનસની ચુકવણી કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉપ્તાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન 2026-27 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું છે.

Gujarati

વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો અને પ્રજાહિતકારી નિર્ણય

મુખ્યમંત્રી સમક્ષ સમાજના વિવિધ અગ્રણીઓ, કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો તેમણે સકારાત્મક પ્રતિસાદ આપીને આ ખેડૂત તથા પ્રજા હિતકારી નિર્ણય કર્યો છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અથવા માફ કરવા મળેલી સત્તા અન્વયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીન અંગેના કેટલાક કિસ્સાઓમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાંથી રાહત આપીને રૂપિયા 300 ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. 

Gujarati

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક 'સમાન નાગરિક સંહિતા વિધેયક-2026' પસાર: નારી શક્તિના સન્માન અને સમાનતાનો નવો યુગ

આ વિધેયક દ્વારા રાજ્યની તમામ મહિલાઓને જાતિ કે ધર્મના ભેદભાવ વગર સમાન કાનૂની રક્ષણ અને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના વિઝનને સાકાર કરવાના મક્કમ નિર્ધાર સાથે આ બિલ રજૂ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, "વિકસિત ભારત-2047ના અમૃતકાળમાં દેશને સમાનતાનું અમૃત યુસીસી (UCC) થી આપવાનો આ અમારો સંકલ્પ છે."આ કાયદામાં લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા મુદ્દાઓ પર તમામ સમુદાયો માટે સમાન માળખું સૂચવવામાં આવ્યું છે:લગ્નના 60 દિવસમાં નોંધણી કરાવવી અનિવાર્ય છે. નોંધણી ન કરાવવા બદલ ₹10,000 સુધીના દંડની જોગવાઈ છે.કોર્ટ દ્વારા માન્ય છૂટાછેડા જ માન્ય રહેશે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply