Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ઊર્જાની ખપત વચ્ચે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા હાંસલ કરવા માટે આપણે સૌ પ્રતિબદ્ધ બનીએ તે આજના સમયની જરૂરીયાત

ભારતમાં ભવિષ્યમાં ઊર્જાની ખપતની સંભાવના જોતા નાગરિકોએ સૌર ઊર્જા માટેની ક્ષમતાને વિસ્તારવાની જરૂર છે. બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી મહત્તમ વીજળી ઉત્પાદન મેળવવા ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો સૌર ઉર્જા અપનાવી અને તેમના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં સહભાગી બની શકે છે. આ માટે રૂફટોપ સોલર સિસ્ટમને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસો પણ નિર્ણાયક બની રહ્યા છે. હાલમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર –મફત વીજળી યોજના હેઠળ આપવામાં આવતી સબસીડી અને લોનની ઉપલબ્ધતાથી નાગરિકો આસાનીથી વીજ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે છે.

Gujarati

ત્રિફળા – કુદરતી રીતે વજન નિયંત્રણનો અસરકારક ઉપાય

અનિયમિત આહાર, સરળ જીવન અને શારીરિક શ્રમના અભાવે શરીરમાં વધારાની ચરબી જમા થવા લાગે છે. જેના નિવારણ માટે આયુર્વેદમાં ઉત્તમ ઔષધિરૂપ મનાતું “ત્રિફળા”. ત્રિફળા એટલે હરડે, બહેડા અને આમળા એમ ત્રણ ફળોનું સંયોજન. “ત્રિફળા”નો ઉલ્લેખ ભારતીય પ્રાચીન આયુર્વેદિક ગ્રંથ "ચરકસંહિતા" અને "સુશ્રુતસંહિતા"માં કરવામાં આવેલો છે. આયુર્વેદ મુજબ ત્રિફળામાં રહેલા હરડે, બહેડા અને આમળાનાં ફળોના ગુણોથી ત્રણ અલગ અલગ રોગ હરડેથી વાત, બહેડાથી કફ અને આમળાથી પિતનું નિવારણ પણ કરી શકાય છે. જે શરીરના પાચનતંત્રને મજબૂત બનાવે છે. સાથોસાથ મેદસ્વિતા નિવારવા પણ મદદરૂપ છે.

Gujarati

આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) હેઠળ દીવમાં યોજાયો મોડેલ ડિસ્ટ્રિક્ટ વર્કશોપ

દીવને મોડેલ ડિસ્ટ્રિક્ટ તરીકે પસંદ કરવું એ કેન્દ્રશાસિત પ્રદેશ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, જે તેને ડિજિટલ હેલ્થ ટ્રાન્સફોર્મેશન માટે અગ્રણી હબ તરીકે સ્થાન આપે છે. આ પહેલથી જિલ્લાના તમામ નાગરિકો માટે ABHA ID બનાવવા, હેલ્થકેર ફેસિલિટી રજિસ્ટ્રી (HFR) અને હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી (HPR) માં તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓ અને આરોગ્ય વ્યાવસાયિકોની નોંધણી અને ડિજિટલ હેલ્થ સર્વિસ રેકોર્ડ્સના સંકલિત અમલીકરણની ખાતરી થઈ. આ વર્કશોપ યોજાશે.વર્કશોપમાં, રાજ્ય મિશન ડિરેક્ટર (ABDM) અને મિશન ડિરેક્ટર (NHM), અમિત કુમાર પમાસી, ખાસ અધિકારી (NHM), જિલ્લા નાયબ કલેક્ટર, શિવમ મિશ્રા, ડૉ.

Gujarati

સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

અધ્યક્ષસ્થાનેથી પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, પ્રજાલક્ષી કાર્યો સમયસર અને ગુણવત્તાસભર થાય તે સરકારની પ્રાથમિકતા છે. આ બેઠકમાં મુખ્યત્વે વર્ષ 2026-27ના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત 15 % વિવેકાધીન તાલુકા તથા જિલ્લા કક્ષા (સામાન્ય અને અ.જા.), વિવેકાધીન નગરપાલિકા તેમજ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (ખાસ પ્લાન)ની જોગવાઈઓના 1993.36 લાખનાં ૫૫૫ જેટલા કામોની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાંથી 1855.76 લાખનાં 518 જેટલા વિવિધ વિકાસલક્ષી કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ગત વર્ષ ૨૦૨૫-૨૬ની વિવેકાધીન જિલ્લા કક્ષાની જોગવાઈઓના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Gujarati

પરમાણુ ઊર્જા ક્ષેત્રે વડોદરાની MSME કંપનીનો ડંકો: 'વિવિધ હાય-ફેબ' એ PFBR પ્રોજેક્ટમાં ભજવી મહત્વની ભૂમિકા

1983માં ભાગીદારી પેઢી તરીકે શરૂ થયેલી આ કંપનીએ વડોદરાના GIDC મકરપુરા ખાતે આધુનિક ટેકનોલોજી સાથે એન્જિનિયરિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવાનું શરૂ કર્યું હતું . વર્ષો જતાં, તે પ્રાઈવેટ લિમિટેડમાં રૂપાંતરિત થઈ અને સરકારી તેમજ ખાનગી ક્ષેત્રો માટે ભારે અને અત્યાધુનિક સાધનોના ઉત્પાદનમાં એક વિશ્વસનીય નામ બની ગઈ છે . દાયકાઓના અનુભવ સાથે કંપનીએ પરમાણુ ઊર્જા ઉપરાંત રેલ્વે, પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ્સ, કેમિકલ્સ, કોપર અને સંરક્ષણ ક્ષેત્રોમાં પણ પોતાનો વિસ્તાર કર્યો છે .

Gujarati

માં શારદા ભવન ટાઉન હોલ અંક્લેશ્વર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું

પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળના સુશાસનના 12  વર્ષ પૂર્ણ થવાના અવસરે આજરોજ માં શારદા ભવન ટાઉનહોલ હોલ અંક્લેશ્વર ખાતે‌ જિલ્લાના પ્રભારીમંત્રી અને રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરીયા ( આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ સ્વતંત્ર હવાલો)ના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.  આ કાર્યક્રમ દરમિયાન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સ્ટેટ લલિત કલા અકાદમી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરીને દર્શાવવામાં માટે 12  વર્ષનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું.

Gujarati

ભાવનગર ખાતે ઉર્જા મંત્રી કૌશિક વેકરીયા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાવનગર શહેરના અટલ ઓડિટોરિયમ હોલ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા મંત્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી  કૌશિક વેકરીયા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, જનપ્રતિનિધિઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Gujarati

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પરમાણુ ઉર્જા ઉત્પાદનમાં વપરાતી સામગ્રી પર કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે માફ

નાણા મંત્રાલયના જાહેરનામા મુજબ, આ મુક્તિ 1 એપ્રિલ, 2019 થી 31 જાન્યુઆરી, 2026 સુધી લાગુ રહેશે. આનો અર્થ એ છે કે સરકારે આ મુક્તિને પાછલી અસરથી અસરકારક બનાવી છે.

કઈ વસ્તુઓમાંથી મુક્તિ આપવામાં આવી છે?

- બિન-ઇરેડિયેટેડ ઇંધણ તત્વો
- પરમાણુ રિએક્ટરમાં વપરાતા કારતૂસ

આ બંને સામગ્રી પરમાણુ ઉર્જા પ્લાન્ટના સંચાલન માટે જરૂરી છે.

કોને ફાયદો થશે?

આ નિર્ણયનો સૌથી મોટો લાભાર્થી ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (NPCIL) છે, જે દેશના પરમાણુ ઉર્જા પ્લાન્ટ માટે ઇંધણ અને અન્ય સામગ્રીની આયાત કરે છે. અન્ય પરમાણુ ઉર્જા ક્ષેત્રની કંપનીઓને પણ સીધો ફાયદો થશે.

Gujarati

બ્રિક્સ સમિટમાં ભારતનો સંદેશ: નાના ખેડૂતોને મજબૂત બનાવ્યા વિના ખાદ્ય સુરક્ષા અશક્ય

આ પ્રસંગે, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ભારતની કૃષિ શક્તિઓ, સાંસ્કૃતિક મૂલ્યો અને વૈશ્વિક સહયોગ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો. તેમણે શાંતિ, સંકલન અને ભાગીદારી આધારિત વિકાસના મહત્વ પર ભાર મૂક્યો, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં "વસુધૈવ કુટુંબકમ" ની ભાવનાને આગળ ધપાવશે, વિશ્વને એક પરિવાર માનશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામ નાથ ઠાકુર પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

પ્રતિનિધિઓનું "અતિથિ દેવો ભવ" (મહેમાન ભગવાન છે) થી સ્વાગત કરવામાં આવ્યું

Gujarati

ભાવનગરના શ્રી તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે CISF દ્વારા યોગ સત્ર યોજાયું

આ કાર્યક્રમ CISFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મહેશ સિંઘના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયો હતો. તેમના નિર્દેશન હેઠળ એરપોર્ટ સેક્ટર ગ્રુપ ભાવનગર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિવિધ યોગ અને જનજાગૃતિ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે.કાર્યક્રમનું સંચાલન ભાવનગરના અનુભવી યોગ પ્રશિક્ષિકા ડૉ. રેખાબેન જે. ડોબારીયા (એમ.) દ્વારા કરવામાં આવ્યું હતું. પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણથી સભર  તખ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આયોજિત આ યોગ સત્રએ સહભાગીઓને શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ તેમજ આત્મિક સંતુલનનો વિશેષ અનુભવ કરાવ્યો હતો.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
apply