સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સોમનાથમાં કરી બેઠક
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતએ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવ્યા બાદ સાગર દર્શન ખાતે એક બેઠક યોજી અને 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત તા.8, 9 અને 10ના રોજ યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અન્ય તૈયારીઓ વિશે ઝીણવટપૂર્વકની માહિતી મેળવી હતી.સાગર દર્શન ખાતેની બેઠક પૂર્ણ થયા પછી કેન્દ્રીય મંત્રીએ શૌર્ય યાત્રાના રૂટ શંખ સર્કલ થી હમીરજી ગોહિલ પ્રતિમા થી મંદિર પરિસર સહિતના સ્થળોએ મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું.