ગાંધીનગર-સ્પીપા ખાતે ‘અટલ સ્મૃતિ વ્યાખ્યાન’શ્રેણીનું ચોથું વ્યાખ્યાન યોજાયુ
આ વ્યાખ્યાનમાં પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી તથા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સેન ડિએગોમાં ટાટા ચાન્સેલર પ્રોફેસર તરીકે કાર્યરત કાર્તિક મુરલીધરન દ્વારા “Accelerating India’s Development: A State-Led Roadmap for Effective Governance” વિષય પર વિસ્તૃત વ્યાખ્યાન આપવામાં આવ્યું હતુ.વ્યાખ્યાન દરમિયાન મુરલીધરને જણાવ્યું હતું કે, સુવ્યવસ્થિત નીતિ-નિર્માણ, અસરકારક અમલીકરણ અને જવાબદાર વહીવટના સંકલનથી જ વિકાસલક્ષી હેતુઓને સાકાર કરી શકાય છે.