Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સમાનઘરથી ધજા સુધી, ને બિલ્વવનથી વસ્ત્ર પ્રસાદ સુધી સ્ત્રી સશક્તિકરણને પ્રાધાન્ય

સોમનાથ મહાદેવ મંદિરમાં સમાનઘરથી લઈ આકાશે લહેરાતી ધજા સુધી અને બિલ્વવનથી લઈને વસ્તુ પ્રસાદ સુધી મંદિર ટ્રસ્ટ દ્વારા ફક્ત સ્થાનિક મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.ભગવાન સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા, સ્ત્રીસશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતનો એક નવો અધ્યાય લખાયો છે. અહીં, મહાદેવને અર્પણ થતાં પીતાંબર હવે માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા છે.

Gujarati

સોમનાથ સ્વાભિમાન પર્વ: વીર હમીરજી ગોહિલના શૌર્ય અને રાષ્ટ્રીય અસ્મિતાના પુનરુત્થાનનો ઉત્સવ

સોમનાથનો ઇતિહાસ માત્ર આક્રમણોનો જ નહીં, પરંતુ તે આક્રમણો સામે લડીને ખમીર બતાવનારા વીરોનો પણ ઇતિહાસ છે. જ્યારે આતતાયી ઝફરખાનની સેનાએ સોમનાથ પર આક્રમણ કર્યું, ત્યારે લાઠીના રાજકુંવર હમીર ગોહિલે સોમનાથના શિવલિંગની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો હતો.નવી પરણેલી પત્નીનો સાથ અને રાજગાદીનો મોહ ત્યજીને તેઓ સોમનાથના રક્ષણ માટે નીકળી પડ્યા હતા. માર્ગમાં વેગડાજી ભીલ જેવા લડવૈયાઓ તેમની સાથે જોડાયા હતા. આ નાનકડી સેનાએ વિશાળ આક્રમણખોર સૈન્ય સામે જે પ્રતિકાર કર્યો, તે આજે પણ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત છે.

Gujarati

રાજ્યપાલ 'ગ્રામ્ય કલ્યાણ કાર્યક્રમ' અંતર્ગત માણસા તાલુકાના,સોલૈયા ગામની બે દિવસીય મુલાકાતે પધાર્યા

રાત્રી વિશ્રામ બાદ તારીખ 8 જાન્યુઆરી ગુરુવારના દિવસે રાજ્યપાલએ પારસા ગામના ખેડૂત આત્મારામ પ્રજાપતિના ‘રામીબા પ્રાકૃતિક ફાર્મ’ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગાય દોહવા સાથે પ્રાકૃતિક કૃષિ ફાર્મનું ઝીણવટ ભર્યુ નિરીક્ષણ કર્યું હતું.છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક કૃષિ થકી જમીનને ફળદ્રુપ બનાવનાર આત્મારામભાઈ પ્રજાપતિએ પોતાના ખેતરમાં થઈ રહેલ વિવિધ પાકો અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત રાજ્યપાલએ બળદ જોતરી ખેતરમાં જાતે હળ ચલાવ્યું હતુ.

Gujarati

સુરત શહેરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની ઉમંગભેર ઉજવણી

સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી સીધી મદદ પહોંચે તેવા ઉદ્દેશ સાથે સુરતના ઉધના, વેસુ, પાંડેસરા, અલથાણ, અઠવાલાઈન્સ, ભટાર અને સિટી લાઇટ સહિતના વિસ્તારોમાં આરોગ્ય, માનવસેવા અને કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો યોજાયા હતા. જેમાં નાગરિકો, સામાજિક સંસ્થાઓ તથા સ્વયંસેવકોનો ઉત્સાહભેર જોડાયા હતા.સંઘવીના જન્મદિને ઉમરાના કોમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે સિટીલાઇટ વિસ્તારમાં ગંગાસ્વરૂપા બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Gujarati

માદુરોની ધરપકડ બાદ યુએસ દળોએ બે ટેન્કર કર્યા જપ્ત

યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી રશિયા ગુસ્સે થયું છે, જેના કારણે એવી અટકળો શરૂ થઈ છે કે યુદ્ધ ફરી શરૂ થઈ શકે છે. દરમિયાન, કેરેબિયન સમુદ્રમાં યુએસ સૈન્ય દ્વારા બીજા ટેન્કરને કબજે કરવામાં આવ્યું હતું.બંને ટેન્કરો અલગ-અલગ કામગીરીમાં જપ્ત કરવામાં આવ્યા હતા. યુએસ સૈન્યએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે વેનેઝુએલાના પ્રતિબંધિત તેલ ટેન્કરને એક અઠવાડિયા લાંબા પીછો પછી ઉત્તર એટલાન્ટિકમાં જપ્ત કરવામાં આવ્યું હતું.

Gujarati

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સોમનાથમાં કરી બેઠક

કેન્દ્રીય મંત્રી  ગજેન્દ્રસિંહ શેખાવતએ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવ્યા બાદ સાગર દર્શન ખાતે એક બેઠક યોજી અને 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત તા.8, 9 અને 10ના રોજ યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અન્ય તૈયારીઓ વિશે ઝીણવટપૂર્વકની માહિતી મેળવી હતી.સાગર દર્શન ખાતેની બેઠક પૂર્ણ થયા પછી કેન્દ્રીય મંત્રીએ શૌર્ય યાત્રાના રૂટ શંખ સર્કલ થી હમીરજી ગોહિલ પ્રતિમા થી મંદિર પરિસર સહિતના સ્થળોએ મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું.

Gujarati

રશિયા યુએસના નિવેદન પર નજીકથી નજર રાખે છે, મરીનેરા ક્રૂને ફોજદારી આરોપોની ચેતવણી

મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયાએ માંગ કરી હતી કે અમેરિકા ટેન્કરમાં સવાર રશિયન નાગરિકો સાથે માનવીય વર્તન કરે, તેમના અધિકારોનું સંપૂર્ણ સન્માન કરે અને શક્ય તેટલી વહેલી તકે તેમને ઘરે મોકલી દે.દરમિયાન, યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ સોશિયલ નેટવર્ક X પર લખ્યું કે યુએસ સત્તાવાળાઓ જપ્ત કરાયેલા મરીનેરા ટેન્કરના ક્રૂ સભ્યો, જેને બેલા-1 તરીકે પણ ઓળખવામાં આવે છે, સામે ફોજદારી આરોપો દાખલ કરશે.

Gujarati

'સોમનાથ સ્વાભિમાન પર્વ'; અતૂટ આસ્થાના 1000 વર્ષ

'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત રાજ્યભરમાંથી સોમનાથ પધારેલા આશરે 2500 જેટલા ઋષિ કુમારો દ્વારા 72 કલાક સુધી અખંડ ઓમકારનો નાદ ગુંજશે; સોમનાથ મહાદેવની સાથે-સાથે દેશભરના શિવાલયો ઓમકાર મંત્ર જાપથી ગુંજી ઉઠ્યા હતા.

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સોલૈયા ગામે રાત્રી સભા યોજાઈ

રાજ્યપાલએ ગ્રામજનોને પોતાના સંતાનોના સર્વાંગી વિકાસ માટે સારા સંસ્કાર, આદર્શ વિચારો, ઉત્તમ શિક્ષણ અને વ્યસનમુક્ત જીવન પર ખાસ ધ્યાન આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, માત્ર સંપત્તિ નહીં, પરંતુ સંસ્કાર સૌથી મોટો વારસો છે. સંયુક્ત પરિવાર અને પરસ્પર ભાઈચારા જેવી ભારતીય સાંસ્કૃતિક પરંપરા જ સાચી શક્તિ છે. 

Gujarati

ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને “સ્વનિધિ સમારોહ-2026” વર્કશોપ અને એવોર્ડ સમારોહ યોજાયો

સાથે જ, મંત્રીએ સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા બનાવવામાં આવતી સ્વદેશી વસ્તુઓના પ્રમોશન માટે “સર્જનથી સમૃદ્ધિ સુધી – આત્મનિર્ભર સખી” લોગોનું તેમજ ગુજરાત શહેરી આજીવિકા મિશનની નવીન વેબસાઈટનું અનાવરણ કર્યું હતું.રાજ્યમાં પીએમ સ્વનિધિ યોજનાનું શ્રેષ્ઠ અમલીકરણ કરનાર મહાનગરપાલિકા-નગરપાલિકાઓને શહેરી વિકાસ મંત્રીએ એવોર્ડ એનાયત કરીને સન્માનિત કર્યા હતા. જેમાં મેગા સિટી કેટેગરીમાં અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રથમ અને સુરત મહાનગરપાલિકાએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. જ્યારે, મેજર સિટી કેટેગરીમાં ભાવનગર મહાનગરપાલિકાએ પ્રથમ, જામનગર મહાનગરપાલિકાએ દ્વિતીય અને જૂનાગઢ મહાનગરપાલિકાએ તૃતીય ક્રમ મેળવ્યો હતો.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply