રાજકોટ: ચોકલેટના ગોડાઉન પર આરોગ્ય વિભાગના દરોડા,એક્સપાયરી ડેટ ધરાવતો 700 કિલો જથ્થો જપ્ત
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એક્સપાયરી ડેટ વીતી ગયેલી ચોકલેટ અને પેપ્સીનું વેચાણ કરતા વેપારીના ગોડાઉન પર દરોડા પાડીને મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, લખનભાઈ પોપટ નામના વેપારી પોપટપરા, રેલનગર, ભગવતીપરા, ગંજીવાડા અને મોરબી રોડ જકાતનાકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ચાર મહિનાથી એક્સપાયરી ડેટવાળી ચોકલેટનું વેચાણ કરતા હતા. આ ચોકલેટ છ મહિનાથી લઈને એક વર્ષ સુધી જૂની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.