Skip to main content
Settings Settings for Dark

Live TV

X

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ દેથલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લઈ દૂધ ઉત્પાદકો સાથે કર્યો સંવાદ

રાજ્યપાલએ દૂધ મંડળીની કામગીરી, માસિક આવક, દૂધના ભાવ, ગુણવત્તા, ફેટનું પ્રમાણ, કુલ માત્રા અને દૂધના માર્કેટ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી.તેમણે દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે વાત કરી પશુપાલનના વ્યવસાય પર માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલએ ખાસ કરીને સેકસ શોર્ટેડ સીમેન, બીજદાન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ પશુઓનો દૂધ ઉત્પાદન વ્યવસાયમાં ઉપયોગ કરવાના લાભ જણાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે સેકસ શોર્ટેડ સીમેન બીજદાન પદ્ધતિથી પશુઓની દૂધ ઉત્પાદક ક્ષમતા વધે છે. જેનાથી દૂધ ઉત્પાદકોની આવકમાં વધારો થાય છે. સૌ પશુપાલકોને પશુઓ માટે સેક્સ સોર્ટેડ સિમેનનો લાભ લેવા રાજ્યપાલએ જણાવ્યું હતું.

Gujarati

પ્રધાનમંત્રીએ ગુરુ ગોવિંદ સિંહજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ કરી અર્પણ

પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ભાવનાત્મક સંદેશ શેર કર્યો. તેમણે લખ્યું, "શ્રી ગુરુ ગોવિંદ સિંહજીની પવિત્ર જન્મજયંતિ પર, અમે તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. તેઓ હિંમત, કરુણા અને બલિદાનના મૂર્ત સ્વરૂપ છે. તેમનું જીવન અને ઉપદેશો આપણને સત્ય, ન્યાય, ન્યાય અને માનવ ગૌરવનું રક્ષણ કરવા પ્રેરણા આપે છે. ગુરુ ગોવિંદ સિંહજીનું વિઝન પેઢીઓને સેવા કરવા અને નિઃસ્વાર્થ ફરજ બજાવવા માટે માર્ગદર્શન આપે છે."

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-2025નો કરાવ્યો પ્રારંભ

આ પ્રસંગે તેમણે જણાવ્યું, આ મેળો વિકસિત ભારતના નિર્માણમાં આદિવાસી ઉદ્યોગો-હસ્તકલા કારીગરો-MSMEને યોગદાન આપવામાં નવી દિશા આપશે. આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું 29 ડિસેમ્બર સુધી આયોજન કરાયું છે, જેમાં 370થી વધુ સ્ટોલ્સ, આદિવાસી વાનગીઓના 80 ઉપરાંત સ્ટોલ્સ, દેશભરના રાજ્યોના 700થી વધુ પ્રતિનિધિઓ જોડાયા છે.

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટીબી મુક્ત ભારત અંતર્ગત રાજ્યમાં ચાલી રહેલી કામગીરીની કરી સમીક્ષા

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતએ લોકભવન ખાતે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, રાજભવનના અગ્ર સચિવ  અશોક શર્મા, આરોગ્ય નિયામક ડૉ. રતનકંવર ગઢવી ચારણ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાજ્યમાં ચાલી રહેલા ટી.બી. નિયંત્રણ કાર્યક્રમોની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, ટી.બી. સામેની લડતને જનઆંદોલન બનાવવું અનિવાર્ય છે. સમાજના દરેક વર્ગની જાગૃત અને સક્રિય ભાગીદારી આ અભિયાનની સફળતાનું મુખ્ય આધારસ્તંભ છે.માનનીય રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, દરેક ટી.બી.

Gujarati

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં આવેલ ફન-બ્લાસ્ટ ગેમ ઝોનની લીધી મુલાકાત

આંગણવાડીના બાળકો સાથે સંવાદ કર્યો હતો અને હળવાશની પળો માણી હતી.રાજ્યસરકારના  'રમશે બાળક, ખીલશે બાળક' અભિયાન અંતર્ગત આંગણવાડીના બાળકો માટે ખાસ આ મનોરંજન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarati

ભારતીય રેલ્વે: દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ સહિત 48 સ્ટેશનોની ક્ષમતા આગામી પાંચ વર્ષમાં કરવામાં આવશે બમણી

સરકાર આગામી પાંચ વર્ષમાં 48 મુખ્ય શહેરોમાં રેલ્વે સ્ટેશનોની ટ્રેન હેન્ડલિંગ ક્ષમતા બમણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.સરકાર જે શહેરોમાં રેલ્વે સ્ટેશનોની ટ્રેન હેન્ડલિંગ ક્ષમતા બમણી કરવાની યોજના ધરાવે છે તેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ, પટના, લખનૌ, ચંદીગઢ, જયપુર, ભોપાલ, ગુવાહાટી, વારાણસી, આગ્રા, પુરી, કોચીન, કોઈમ્બતુર, વડોદરા, સુરત, અમૃતસર, લુધિયાણા, વિશાખાપટ્ટનમ, તિરુપતિ, કોઈમ્બતુર, વિજયવાડા અને મૈસુરનો સમાવેશ થાય છે.

Gujarati

અમદાવાદ જીલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR)2025 વિશેષ કેમ્પનું આયોજન

ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા 1-1-2026ની લાયકાતની તારીખે ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR)ની બીજા તબક્કાની કામગીરી હાલ પ્રક્રિયામાં છે. જેમાં મતદારો પોતાના વાંધા તેમજ હક-દાવાઓ રજૂ કરી શકે છે.

Gujarati

દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં AQI 400 ને વટાવ્યો , આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા

નોઇડામાં, સેક્ટર 1 માં AQI 410 નો રેકોર્ડ કરવામાં આવ્યો છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે. દરમિયાન, સેક્ટર 116 માં AQI 386, સેક્ટર 125 માં 367 અને સેક્ટર 62 માં 347 નો રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે નોઇડાના મોટાભાગના ભાગોમાં ગંભીર વાયુ પ્રદૂષણનો અનુભવ થઈ રહ્યો છે.

Gujarati

જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે ફ્લેગશીપ ઇવેન્ટ-ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામ સંપન્ન

આ અંતર્ગત રાજ્ય સરકારના કૃષિમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા ફ્લેગશીપ ઈવેન્ટ-ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લામાં ઉદ્યોગ, રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે એગ્રો અને ફૂડ, કેમિકલ, એન્જીનિયરીંગ, ટેક્સટાઇલ, પ્લાસ્ટિક અને પાવર સહિતના સેકટરમાં કુલ રૂ.  908 કરોડથી વધુની રકમના 31 એમ.ઓ.યુ (Memorandum Of Understanding) સાઈન અને એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. આ અન્વયે જિલ્લામાં રોજગારીના 1400થી વધુ નવા અવસરોનું સર્જન થશે, સાથે જિલ્લામાં ઓદ્યોગિક વિકાસના નવા અધ્યાયનો આરંભ થશે.  

Gujarati

અયોધ્યા: ભગવાન શ્રી રામ લલ્લાના અભિષેકની બીજી વર્ષગાંઠ 31 ડિસેમ્બરે આવશે ઉજવવામાં

આ પરંપરાને અનુસરીને, પ્રથમ વર્ષગાંઠ 11 જાન્યુઆરી, 2025 ના રોજ ઉજવવામાં આવી હતી. બીજી વર્ષગાંઠ માટે ધાર્મિક વિધિઓ 27 ડિસેમ્બર, 2025 ના રોજ શરૂ થશે. મુખ્ય સમારોહ 31 ડિસેમ્બરે યોજાશે, જ્યારે પૂજા, ધાર્મિક વિધિઓ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો 2 જાન્યુઆરી, 2026 સુધી ચાલુ રહેશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. પૂજા અને ધાર્મિક વિધિઓ જગદગુરુ માધવાચાર્યજીની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply