કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ સ્થાને શિહોર ખાતે 'દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ' યોજાયો
આ કાર્યક્રમ જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા શિહોરના ટાઉનહોલ ખાતે યોજાયો હતો.આ પ્રસંગે કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારની ADIP યોજના અંતર્ગત શિહોર ખાતે લગભગ 200 જેટલા દિવ્યાંગજનને 26 લાખની કિંમતના કુલ.362 જેટલાં સાધનો આપવામાં આવ્યાં છે.સમગ્ર બોટાદ અને ભાવનગર જિલ્લામાં મળીને કુલ 2700 જેટલા દિવ્યાંગજનનું ઍસેસમેન્ટ કરવામાં આવ્યું હતું, અને તેમની જરૂરીયાતો સમજવામાં આવી હતી. દિવ્યાંગજનની જરૂરિયાત અનુસાર સાધનો આપવામાં આવી રહ્યા છે. ભાવનગર અને બોટાદમાં જિલ્લામા 7 જેટલાં અલગ- અલગ કેમ્પ દ્વારા આ સાધન સહાય વિતરણ કરવામાં આવશે.