Skip to main content
Settings Settings for Dark

Live TV

X

CM ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં 4473 ઉમેદવારોને સોંપ્યા નિમણૂક પત્રો, Dy.CMની મોટી જાહેરાત

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના નિમણૂંકપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કુલ 4 હજાર 474 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂંકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

Gujarati

કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર, સુસ્વાગતમ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ની મુલાકાત લીધી હતી. ‘વાંચે ગુજરાત 2.0’ની થીમ સાથે યોજાયેલા આ સાહિત્યિક મહાકુંભમાં કેન્દ્રીય મંત્રીએ હાજરી આપી હતી. ​બુક ફેસ્ટિવલના સ્થળે, મંત્રીએ સિગ્નેચર વોલ પર પોતાનો વિશેષ પ્રતિભાવ લખ્યો હતો. આ પ્રતિભાવ દ્વારા તેમણે કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદની તૈયારીઓને બિરદાવી હતી. ​તેમણે સિગ્નેચર વોલ પર લખ્યું હતું કે: "કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે, સુસ્વાગતમ."

Gujarati

NCRTCની અનોખી પહેલ: જન્મદિવસથી લઈને પ્રિ-વેડિંગની હવે નમો ભારત ટ્રેનમાં જ ઉજવણી

દિલ્હી-NCRના મુસાફરો માટે, નમો ભારત ટ્રેન હવે ફક્ત મુસાફરીનું માધ્યમ જ નહીં પરંતુ જીવનની ખાસ ક્ષણોને યાદગાર બનાવવાનું એક નવું માધ્યમ પણ સાબિત થવા જઈ રહી છે. પ્રાદેશિક રેલ સેવાનું સંચાલન કરતી નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને એક અનોખી પહેલ શરૂ કરી છે. જે મુજબ લોકો તેમના ખાસ પ્રસંગો જેમ કે જન્મદિવસ, લગ્ન પહેલાના શૂટિંગ, ખાનગી કાર્યક્રમો અથવા ખુશીના કોઈપણ યાદગાર ક્ષણને સીધા નમો ભારત ટ્રેનની અંદર ઉજવી શકશે. 

કાર્યક્રમ સ્ટેશન પર કોચમાં અથવા ટ્રેક પર ચાલતી ટ્રેનમાં યોજી શકાય

Gujarati

PM મોદીએ G20 સમિટમાં 'વસુધૈવ કુટુંબકમ' પર ભાર મુક્યો, આતંકવાદનો પણ ઉલ્લેખ

દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત યોજાયેલા G-20 સમિટના બીજા સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો. 'સોલિડેરિટી, ઇક્વાલિટી, સસ્ટેનેબિલિટી' થીમ હેઠળ, PM મોદીએ 'વસુધૈવ કુટુંબકમ'ને વૈશ્વિક મંચ પર મૂક્યો, જેને ' વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનું સંબોધન સમાવિષ્ટ વિકાસ, આબોહવા ન્યાય અને વૈશ્વિક દક્ષિણના અવાજ પર કેન્દ્રિત હતું, જેની વ્યાપક પ્રશંસા થઈ.

સંબોધનની શરૂઆત મહાત્મા ગાંધીથી કરી

Gujarati

ગુવાહાટી ટેસ્ટ: ટીમ ઈન્ડિયાની અંતિમ સત્રમાં વાપસી, દક્ષિણ આફ્રિકાએ 6 વિકેટ ગુમાવી

ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસના અંતે દક્ષિણ આફ્રિકાએ સારી શરૂઆત કર્યા બાદ છ વિકેટ ગુમાવી દીધી. ટીમે 81.5 ઓવરમાં 247 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનરો એડન માર્કરામ અને રાયન રિકેલ્ટને તેમનો નિર્ણય સાચો સાબિત કર્યો. બંનેએ પ્રથમ વિકેટ માટે 82 રન કર્યા. પ્રથમ સત્રના અંતિમ બોલ પર જસપ્રીત બુમરાહે માર્કરામને બોલ્ડ કર્યો. માર્કરામ 38 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. બીજા સત્રના ત્રીજા બોલ પર રિકેલ્ટન 35 રન બનાવીને આઉટ થયો.

Gujarati

G20 સમિટમાં PM મોદી અને મેલોની મળ્યા, અભિવાદન કરી એકબીજાના ખબરઅંતર પૂછ્યા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 સમિટને પગલે દક્ષિણ આફ્રિકાની મુલાકાતે છે. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ તેમના આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જયારે G20 સમિટમાં ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાત થઈ હતી. બંને નેતાઓએ સ્મિત અને નમસ્તે સાથે એકબીજાનું સ્વાગત કર્યું અને હાથ મિલાવ્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-ઇટાલી મિત્રતા નોંધપાત્ર રીતે વિકસી છે.

ભારત-ઇટાલી વચ્ચે ગાઢ મિત્રતા

Gujarati

CMની રાજકોટવાસીઓને મોટી ભેટ, કરોડોના વિકાસ કાર્યોંનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે છે , ત્યારે તેઓએ રાજકોટવાસીઓને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગરપાલિકાના રૂપિયા 545 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહીત રાજકોટ મહાનગર પાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો થકી લાભાર્થીઓને આવાસની ફાળવણી કરી હતી. કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વિવિધ વિકાસના કાર્યો થકી રાજકોટમાં પાણીની સમાસ્યાનો ઉકેલ આવ્યો છે.

Gujarati

દિલ્હી બ્લાસ્ટ કેસના આરોપી જસીર વાનીએ વકીલોને મળવા NIA કોર્ટ પાસે પરવાનગી માંગી

દિલ્હી બ્લાસ્ટને અંજામ આપનાર આતંકવાદી ડૉ. ઉમર મુહમ્મદના સહયોગી જસીર બિલાલ વાનીએ NIA કોર્ટમાં અરજી દાખલ કરીને એજન્સીના મુખ્યાલયમાં તેના વકીલોને મળવાની પરવાનગી માંગી છે, તેવી સુત્રોમાંથી માહિતી મળી છે. NIAએ જસીર બિલાલ વાનીને આતંકવાદી ડૉ. ઉમરનો સક્રિય સહ-કાવતરાખોર ગણાવ્યો છે. તેની 17 નવેમ્બરના રોજ શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટે જસીર બિલાલ વાનીને 10 દિવસની NIA કસ્ટડીમાં મોકલ્યો હતો

Gujarati

PM મોદીનું જોહાનિસબર્ગમાં વૈદિક મંત્રોચ્ચાર અને સાંસ્કૃતિક નૃત્યથી સ્વાગત

એરપોર્ટ પર તેમનું સ્વાગત પરંપરાગત આફ્રિકન નૃત્ય સાથે કરવામાં આવ્યું હતું, જે આફ્રિકન સંસ્કૃતિની ઝલક દર્શાવતું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોટેલ પર પહોંચતા તેમનું સ્વાગત વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું, જે ભારતીય પરંપરાનું પ્રતિબિંબ હતું.આ ઉપરાંત, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા વિવિધ ભારતીય રાજ્યોની પરંપરાગત નૃત્ય શૈલીઓ સાથે પણ વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ G20 બેઠક દક્ષિણ આફ્રિકા દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી મોદી 23 નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકામાં રોકાણ કરશે.

Gujarati

ઓઈલ અને કેમિકલ આપત્તિ વ્યવસ્થાપન: ગુજરાતમાં રાજ્યવ્યાપી મોકડ્રીલનું આયોજન,ત્વરિત પ્રતિભાવની તૈયારી

 ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – SEOC.ડૉ. જયંતિ રવિએ જામનગર, દ્વારકા, કચ્છ, ભરૂચ અને સુરત સ્થિત મુખ્ય રિફાઇનરીઓ અને રાસાયણિક હબ ખાતે આયોજિત મોકડ્રીલની વિગતો વિડીયો કોન્ફરન્સ દ્વારા કલેક્ટરશ્રીઓ પાસેથી મેળવી હતી.તેમણે આવનારા સમયમાં કોઈ પણ આપત્તિ સમયે ત્વરિત પગલાં ભરવા અંગે કલેક્ટરશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.ગુજરાત એક મુખ્ય ઔદ્યોગિક રાજ્ય હોવાથી, જામનગર, હજીરા, વાડીનાર અને કંડલા જેવા સ્થળોએ રિફાઇનરીઓ અને રાસાયણિક હબની હાજરીને કારણે કટોકટી સામે સંપૂર્ણ સજ્જ રહેવું અનિવાર્ય છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply