વિમાન દુર્ઘટનામાં મૃતકોના ડીએનએ મેચિંગ માટે સેમ્પલિંગની કામગીરી પૂર્ણતાના આરે
મૃતદેહોની ઓળખ માટે જરૂરી ડીએનએ મેચિંગ પ્રક્રિયા માટે સ્વજનોના ડીએનએ સેમ્પલિંગની કામગીરી આવશ્યક હતી. જે બીજે મેડીકલ કોલેજના કસોટી ભવન ખાતે શરૂ કરવામાં આવેલી. આરોગ્ય તંત્ર આ 'કસોટી' પાર ઊતર્યું છે. ડીએનએ સેમ્પલિંગની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે.