શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી ઉપર, ગુલમર્ગ-પહેલગામમાં શીતલહેર
હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શ્રીનગર શહેરમાં લઘુત્તમ તાપમાન 0.2 ડિગ્રી સેલ્સિયસ, ગુલમર્ગમાં માઈનસ 4.5 અને પહેલગામમાં માઈનસ 1.6 ડિગ્રી નોંધાયું હતું.જમ્મુ વિભાગની વાત કરીએ તો, જમ્મુ શહેરમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ, કટરામાં 9.5, બટોટેમાં 6.1, બનિહાલમાં 3.8 અને ભદ્રવાહમાં 2.6 ડિગ્રી નોંધાયું છે.ગુરુવારે શ્રીનગરમાં મહત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ, ગુલમર્ગમાં 4 અને પહેલગામમાં 9 ડિગ્રી સેલ્સિયસ હતું. મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચેનો આ ઘટતો તફાવત 40 દિવસ લાંબા 'ચિલ્લઈ કલાં' દરમિયાન સામાન્ય ગણાય છે.