અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટનો ગાંધીનગર ખાતે શુભારંભ
મુખ્ય સચિવ એમ.કે.દાસે સૌ સિવિલ સર્વિસ સાથે જોડાયેલા ખેલાડીઓનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવેલા અધિકારીઓને એકત્ર કરતો આ રાષ્ટ્રીય રમતોત્સવ છે. જ્યાં આપણે વિભાગીય જવાબદારીઓથી મહદઅંશે દૂર રહીને રમત- ગમત ક્ષેત્રે, અન્ય રાજ્યના અધિકારીઓ સાથે મિત્રતા અને શારીરિક તંદુરસ્તીની ભાવનાથી જોડાઈએ છીએ.