રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન પૂરા કર્યા, યાદીમાં ફક્ત 4 ભારતીયો
ભારતીય અનુભવી બેટ્સમેન રોહિત શર્મા પુરુષોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન પૂરા કરનાર ચોથો ભારતીય બન્યો છે. તેણે શનિવારે વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ODI મેચમાં આ સિદ્ધિ મેળવી છે. ભારત માટે આ મેચ ખાસ રહી, કારણ કે ભારતે 9 વિકેટથી દક્ષિણ આફ્રિકાને હરાવી 2-1થી શ્રેણી પોતાના નામે કરી હતી.રોહિત શર્માએ 505 આંતરરાષ્ટ્રીય મેચોમાં 45થી વધુની સરેરાશથી આ સિદ્ધિ મેળવી છે. આ યાદીમાં 34 હજાર 357 રન સાથે સચિન તેંડુલકર, 27 હજાર 910 રન સાથે વિરાટ કોહલી અને 24 હજાર 064 રન સરગે રાહુલ દ્રવિડ તેનાથી આગળ છે.