Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ભીષણ ચક્રવાતી તોફાન 'દિતવાહ' નબળું પડ્યું, ચેન્નઈ-તમિલનાડુ કિનારાઓ પર ગાઢ દબાણ સક્રિય

હવામાન વિભાગના અહેવાલ મુજબ, આ સિસ્ટમ હાલમાં દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને તેની સાથે જોડાયેલા ઉત્તરીય તમિલનાડુ તેમજ પુડુચેરીના કિનારાઓ પર સક્રિય છે.
છેલ્લા છ કલાક દરમિયાન આ ગાઢ દબાણનો વિસ્તાર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યો હતો.તે હાલમાં ચેન્નઈના દક્ષિણ-પૂર્વમાં ૯૦ કિલોમીટર દૂર છે.

Gujarati

રિઓ ડી જાનેરોના બોટાફોગો બીચ પર ભવ્ય ક્રિસમસ ટ્રીનું અનાવરણ

રોશનીથી ઝગમગતા આ ટ્રીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આકાશમાં ફટાકડાની શાનદાર આતશબાજી કરવામાં આવી હતી.બોટાફોગો બીચ પર દરિયા કિનારે પ્રગટાવવામાં આવેલા આ ટ્રીને જોઈને હાજર રહેલા લોકો દંગ રહી ગયા હતા.

Gujarati

અમદાવાદમાં ગીતા જયંતિ નિમિત્તે "ગીતા મહોત્સવ"નું આયોજન

કેન્દ્રીય કાર્યક્રમ ઉપરાંત, અમદાવાદના ત્રણ સમીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ગીતા પાઠ સત્રો અને શત સુભાષિતોના જાપનું આયોજન થશે.ઉજવણીમાં આશરે 200 સહભાગીઓ ભાગ લે તેવી અપેક્ષા છે અને તમામને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.ગીતા મહોત્સવ ગુજરાતમાં ઘણા વર્ષોથી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પહેલ તરીકે યોજવામાં આવે છે, જે શિક્ષણ, પરંપરા અને સમુદાયની ભાગીદારીને જોડે છે.

Gujarati

વર્લ્ડસ્કિલ્સ એશિયા 2025: ભારતે પ્રથમ પ્રયાસમાં જ 8મું સ્થાન મેળવ્યુ

દેશે 29 દેશોમાંથી 8મું સ્થાન મેળવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.ભારતીય ટુકડીએ પરંપરાગત અને ટેક-આધારિત બંને કૌશલ્ય શ્રેણીઓમાં પ્રભાવશાળી દેખાવ કર્યો અને કુલ 6 મેડલ/સન્માનો જીત્યા:સિલ્વર મેડલ: 1,બ્રોન્ઝ મેડલ: 2,મેડલિયન ઓફ એક્સેલન્સ: 3

Gujarati

અવકાશમાં ચીનની ઐતિહાસિક ઉડાન: નવો 'શિજિયાન-28' સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ

'શિજિયાન-28' (Shijian-28) નામના આ ઉપગ્રહને રવિવારે બેઇજિંગ સમય અનુસાર રાત્રે 8:20 કલાકે એક સંશોધિત 'લોંગ માર્ચ-7' (Long March-7) કેરિયર રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. ચાઇનાની સત્તાવાર માહિતી મુજબ, આ સેટેલાઇટ સફળતાપૂર્વક તેની નિર્ધારિત કક્ષા (preset orbit) માં પ્રવેશ કરી ચૂક્યો છે.આ પ્રક્ષેપણ 'લોંગ માર્ચ' શ્રેણીના કેરિયર રોકેટનું 611મું ઉડાન મિશન હતું, જે અવકાશ સંશોધનના ક્ષેત્રમાં ચીનની સતત પ્રગતિ દર્શાવે છે. આ પ્રકારના ટેક્નોલોજીકલ અને વૈજ્ઞાનિક પ્રક્ષેપણો દ્વારા ચીન વૈશ્વિક સ્તરે તેની અવકાશ શક્તિને મજબૂત કરી રહ્યું છે.
 

Gujarati

વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવી ભારતનો વિજય

આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિયત 50 ઓવરમાં 8 વિકેટે 349 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 120 બોલમાં આક્રમક 135 રનની મદદથી ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. તેમના આ પ્રદર્શન બદલ તેમને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.350 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાની ટીમ અંત સુધી લડી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં તેઓ 332 રન પર ઓલઆઉટ થઈ ગયા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી મેથ્યુ બ્રીટ્ઝકેએ સર્વાધિક 72 રનનું યોગદાન આપ્યું હતું.બેટિંગ બાદ ભારતીય બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Gujarati

તમિલનાડુ-આંધ્રપ્રદેશની સરહદ પર કાદવમાં ફસાયેલા હાથીનો સફળ રેસ્ક્યુ

આ ઘટના વેલ્લોર જિલ્લાના ગુડિયાથમ નજીક ભરતરામી ટીબી પલયમ ખાતે બે રાજ્યોની સરહદ પર સ્થિત એક તળાવમાં બની હતી. હાથી તળાવના કાદવવાળા પાણીમાં ઊંડે સુધી ફસાઈ ગયો હતો અને બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ હાથીને મુશ્કેલીમાં જોયો અને તાત્કાલિક સ્થાનિક વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી.

Gujarati

ભારતીય વાયુસેના દ્વારા શ્રીલંકામાં માનવતાવાદી સહાય (HADR)મિશન

દિવસભર ચાલેલા આ મિશન દરમિયાન, IAFના હેલિકોપ્ટરોએ કુલ 45 ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા, જેમાં 6 ગંભીર રીતે ઘાયલ અને 4 શિશુઓનો સમાવેશ થાય છે. આ તમામને સુરક્ષિત રીતે કોલંબો પહોંચાડવામાં આવ્યા હતા.બચાવવામાં આવેલા મુસાફરોમાં 12 ભારતીય નાગરિકો અને 30થી વધુ વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે, જેઓ જર્મની, દક્ષિણ આફ્રિકા, સ્લોવેનિયા, યુકે, પોલેન્ડ, બેલારુસ, ઈરાન, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા વિવિધ દેશોના હતા. આ ઉપરાંત, શ્રીલંકાના નાગરિકોને પણ બચાવવામાં આવ્યા હતા.

Gujarati

ભારતે શ્રીલંકામાં 12 ટન વધારાની રાહત સામગ્રી મોકલી; ચક્રવાત 'દિત્વાહા'માં 69ના મોત

વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "ઓપરેશન સાગર બંધુ શરૂ થઈ ગયું છે. ભારતીય વાયુસેનાનું C-130J વિમાન આશરે 12 ટન માનવતાવાદી સહાય (HADR), જેમાં તંબુ, તાડપત્રી, ધાબળા, સ્વચ્છતા કીટ અને તૈયાર ભોજનનો સમાવેશ થાય છે, લઈને કોલંબો પહોંચ્યું છે."

Gujarati

ગુજરાતમાં ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન: 15મા નાણાપંચ હેઠળ રૂ. 741.90કરોડની ફાળવણી

ગ્રામીણ માળખાને મજબૂત બનાવવો અને ગ્રામીણ નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવો.ગ્રામ પંચાયતો (70%): રૂ. 519.33 કરોડ,તાલુકા પંચાયતો (20%): રૂ. 148.38  કરોડ,જિલ્લા પંચાયતો (10%): રૂ. 74.19 કરોડઆ ફાળવણીથી સમગ્ર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં આશરે 45,000થી વધુ વિકાસ કામો હાથ ધરાશે.કામોમાં મુખ્યત્વે પીવાના પાણીની સુવિધાઓ અને સ્વચ્છતાના કાર્યોનો સમાવેશ થાય છે.છેલ્લા એક વર્ષ દરમિયાન ગ્રામીણ વિકાસ માટે કુલ રૂ. 2619 રોડની રકમ ફાળવવામાં આવી છે.સરકારના આ પગલાથી ગ્રામ્ય સ્તરે નાણાકીય સશક્તિકરણ વધશે અને વિકાસ કાર્યોને ગતિ મળશે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
apply