8.2% GDP વૃદ્ધિ ભારતીય અર્થતંત્રની મજબૂત ગતિ દર્શાવે છે: નાણામંત્રી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર નાણામંત્રી દ્વારા એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "નાણાકીય વર્ષ ૨૬ ના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર) માં 8.2% ની વાસ્તવિક GDP વૃદ્ધિ સાથે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવાનું ચાલુ રાખે છે." આનાથી નાણાકીય વર્ષ 26 ના પહેલા ભાગમાં (એપ્રિલ-સપ્ટેમ્બર) વૃદ્ધિ દર 8% થયો છે.નાણામંત્રીએ વધુમાં લખ્યું છે કે આ વૃદ્ધિ સતત રાજકોષીય એકત્રીકરણ, લક્ષિત જાહેર રોકાણ અને વિવિધ સુધારાઓ દ્વારા શક્ય બની છે, જેનાથી ઉત્પાદકતામાં વધારો થયો છે અને વ્યવસાય કરવાની સરળતામાં સુધારો થયો છે.