મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ‘ટાઈપ-1 ડાયાબિટીસ સારવાર-નિયંત્રણ કાર્યક્રમ’નો કરાવ્યો પ્રારંભ
આ અભિયાન હેઠળ રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા પ્રાયમરી હેલ્થ સેન્ટર (PHC) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે પણ ટાઈપ-1 ડાયાબિટીસની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ રોગથી પીડાતા બાળકોના પરિવારો પર આર્થિક બોજ ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક ઇન્સ્યુલિન ઇન્જેક્શન, ગ્લુકોમિટર અને અન્ય જરૂરી સારવાર કીટ પૂરી પાડવામાં આવશે.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત જેવી યોજનાઓ દ્વારા દેશના સામાન્ય માનવીને શ્રેષ્ઠ આરોગ્ય સુરક્ષા પૂરી પાડી છે.