Skip to main content
Settings Settings for Dark

Live TV

X

નડિયાદ: ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના ડૉ. પ્રણવ મહેતા વૈશ્વિક સ્તરે ટોચના 5% વૈજ્ઞાનિકોમાં સ્થાન પામ્યા

તેમનો SciRank Global-2025 ની રજિસ્ટ્રીમાં વિશ્વના ટોચના 5% વૈજ્ઞાનિકોમાં સમાવેશ થયો છે, તેમજ AD Scientific Index-2026 મુજબ તેઓ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે. છેલ્લા સાત વર્ષમાં સોલાર એનર્જી, સસ્ટેનેબલ થર્મલ સિસ્ટમ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વિષયો પર તેમના 82થી વધુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન પત્રો (Q1 અને Q2 જર્નલ્સ) પ્રકાશિત થયા છે, જેના લીધે તેમની Google Scholar પ્રોફાઇલમાં 2,500થી વધુ સાઇટેશન, 26 H-Index અને 43 i10-Index નોંધાયા છે.

Gujarati

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી

વાવ-થરાદ જિલ્લાના 8 તાલુકાઓ પૈકી થરાદ, દિયોદર અને લાખણી તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દિયોદરમાં અંદાજે દોઢ ઇંચ જ્યારે થરાદ અને લાખણીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના અંબાજી, હડાદ, કાંકરેજ અને ધાનેરા વિસ્તારમાં અંદાજે બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ, ડીસા અને ઓગડ તાલુકામાં ગાજવીજ સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો.વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વાવેતર કરેલા પાકને જીવનદાન મળતાં કૃષિ ક્ષેત્રે રાહતનો માહોલ સર્જાયો છે.

Gujarati

અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને શહેરના 5 મહત્વના વિકાસ કાર્યોને વેગ

મંત્રીએ માહિતી આપી હતી કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું 80 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. વર્ષ 2027માં સુરત-બિલીમોરા સેક્શન પર પ્રથમ તબક્કાની સેવા શરૂ કરવામાં આવશે, જે બાદ ક્રમશઃ વાપી, અમદાવાદ અને મુંબઈ સુધી તેનું વિસ્તરણ થશે. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે દેશના ત્રીજા સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

શહેરના વિકાસ માટે લેવાયેલા પાંચ મુખ્ય નિર્ણયો:

બેઠક દરમિયાન અમદાવાદ શહેરના મહત્વના પ્રોજેક્ટ્સમાં ઝડપ લાવવા માટે નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા છે:

Gujarati

સાણંદમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે CG સેમિની OSAT સુવિધાનો શુભારંભ: સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની મોટી છલાંગ

₹7600 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ પ્લાન્ટ જાપાનની રેનેસાસ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રોઇલેક્ટ્રોનિક્સ સાથેની ભાગીદારીમાં કાર્યરત થશે.આ પ્રોજેક્ટ અંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારત માત્ર ફેક્ટરીઓ નહીં, પરંતુ સેમિકન્ડક્ટરની સમગ્ર ઇકોસિસ્ટમ વિકસાવી રહ્યું છે. આ પ્લાન્ટ શરૂ થવાથી સાણંદ વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં મહત્વનું કેન્દ્ર બનશે.

Gujarati

વડોદરાના પિતા-પુત્રની સિદ્ધિ: હાનિકારક સૂર્ય કિરણોથી પૃથ્વીને બચાવવા 'રક્ષોઘ્ન' AI ઉપગ્રહ વિકસાવ્યો

તાજેતરમાં વડોદરામાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સ્ટાર્ટઅપ ઇવેન્ટમાં આ પ્રોટોટાઇપ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.ભગવાન હનુમાનના એક નામ પરથી તૈયાર કરાયેલા આ ઉપગ્રહનો મુખ્ય ઉદ્દેશ્ય પૃથ્વીને સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો અને અવકાશી કાટમાળ (સ્પેસ ડેબ્રિસ) થી સુરક્ષિત રાખવાનો છે. આ ઉપગ્રહ ભવિષ્યના ગગનયાન મિશન, ભારતીય અવકાશ મથક અને સંરક્ષણ ક્ષેત્ર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. સર્જકો દ્વારા આ પ્રોજેક્ટ માટે પેટન્ટ પણ દાખલ કરવામાં આવી છે, જે ભારતના અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે નવી દિશા ખોલી શકે છે.

Gujarati

ગુજરાત ATSનું મોટું ઓપરેશન: જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 8 આતંકવાદીઓની ધરપકડ

આ શખસો પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી મળતા અલગ અલગ ટીમો બનાવી અને ATSની ટીમે ખૂબ મોટું ઓપરેશન પાર પાડી આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

Gujarati

સાણંદમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે સેમી કંડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ: ગુજરાત બનશે દેશનું સેમી કંડક્ટર હબ

દેશના આ ત્રીજા સેમી કંડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે જ ભારત વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મજબૂત સ્થાન મેળવશે.આ પ્રસંગે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ 6 સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થપાશે. આ ક્ષેત્રમાં 1.70 લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરાર (MOU) થયા છે, જેનાથી હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સાણંદ હવે સેમી કંડક્ટર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર બનશે અને ગુજરાત ટેકનોલોજી તથા હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગમાં દેશનું નેતૃત્વ કરશે. આ પ્રોજેક્ટ 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Gujarati

સુરતમાં સહકારી ક્ષેત્રનો દબદબો: 6,966 સહકારી મંડળીઓ દ્વારા 'સહકારથી સમૃદ્ધિ'નો મંત્ર સાર્થક

સુરત જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) હરેશ કાછડેના જણાવ્યા અનુસાર, જિલ્લામાં સર્વિસ અને હાઉસિંગ મંડળીઓનો વ્યાપ સૌથી વધુ છે. જેમાં સુરત સિટી વિસ્તાર 2885 સર્વિસ અને 1695 હાઉસિંગ મંડળીઓ સાથે મોખરે છે. આ ઉપરાંત, પશુપાલન ક્ષેત્રે 'સુમુલ' ડેરી સહકારનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં 1.40 લાખ પશુપાલકો દૈનિક ૨૨ લાખ લીટર દૂધ એકત્રિત કરે છે. માંડવી અને માંગરોળ તાલુકા શ્વેતક્રાંતિને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

Gujarati

જગન્નાથ મંદિરે રથયાત્રા પૂર્વે રક્તદાન કેમ્પ: 435 યુનિટ રક્ત એકત્રિત

સેક્ટર-1ના ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં ઝોન-3 અને ઝોન-7 દ્વારા સંયુક્ત રીતે આ કેમ્પ યોજાયો હતો.રક્તદાન પ્રત્યે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સેવાકીય કાર્યમાં જોડાઈને રક્તદાન કર્યું હતું. આ શિબિરના અંતે કુલ  435 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં ઉપયોગી થશે.

Gujarati

પાટણના સૂકા વિસ્તારમાં બાગાયતી ખેતીનો કમાલ: ખારેક અને લીંબુની ખેતીથી ખેડૂતો બન્યા સમૃદ્ધ

નર્મદાના નીર મળતા કામાલપુર અને સુલતાનપુરા જેવા ગામોમાં ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને ઈઝરાયેલ પદ્ધતિની 'બરહી' જાતની ખારેક અને લીંબુની ખેતી અપનાવી છે.કામાલપુર ગામના પ્રગતિશીલ ખેડૂત જેસંગ ચૌધરીએ પોતાના ખેતરમાં 150 થી વધુ ખારેક અને લીંબુના છોડ વાવી પ્રાકૃતિક ખેતી દ્વારા વાર્ષિક 10 લાખ રૂપિયાની ઉપજ મેળવી છે. તેમની આ સફળતા બદલ તેમને રાજ્યપાલના હસ્તે 'સરદાર પટેલ એવોર્ડ' અને 51 હજારના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.જિલ્લા બાગાયત અધિકારી કિશનસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, બાગાયત વિભાગ દ્વારા ટિશ્યુ કલ્ચરના એક છોડ દીઠ 1750 રૂપિયાની સહાય આપવામાં આવે છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply